લોકભાષા-ગાંધીધામ :રાપરમાં ખાતરની સમસ્યા ખેડૂતોને રડાવે છે વાગડ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ખાતરની અછતને કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સવારે લાઈનમાં ઉભા રહ્યા પછી પણ ટોકન ઉપર ખાતરનુ વિતરણ કરવામાં આવે છે અપૂરતા ખાતરને કારણે વહેલી સવારથી જ ખેડૂતોની લાંબી કતારો જોવા મળે છે કિસાનો દ્વારા વહેલી સવારથી લાઈનમાં ઊભા રહી ગયા પછી પણ પૂરતું ખાતર ન મળતા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે થોડા વખત અગાઉ આ સમસ્યાના કારણે ખાતર વિતરણ કરતી મંડળી ઉપર ઉગ્ર વાતાવરણ પણ સર્જાયું હતું જોકે આ સમયે તો નેનો ફરજિયાત આપવામાં આવતુ હોવાની પણ ફરિયાદ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી પરંતુ હાલમાં રાપર એપીએમસીમાં ખાતરનું વિતરણ થતું હતું ત્યારે લાંબી કતારમાં ઉભેલા ખેડૂતોને પૂરતું ખાતર મળ્યું ન હોવાના આક્રોશ સાથે ખેડૂતો દ્વારા રજૂઆતો કરવામાં આવી રહી છે.
પરંતુ વહીવટીતંત્ર દ્વારા આ અંગે હજી સુધી પરિણામ લક્ષી કામગીરી કરવામાં આવી નથી જેના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ ખેડૂતોને પૂરતું ખાતર ન મળવાના કારણે ખેતરમાં ઉભેલા મોલને મોટું નુકસાન થશે તેવી પણ ખેડૂતો દ્વારા દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે હાલમાં તો યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો પરેશાન છે અને તેના કારણે જ ખાતર વિતરણ કરતા સ્થળો ઉપર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવો પડે છે આ અંગે યોગ્ય કાર્યવાહી કરી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળે તેવું આયોજન કરવું અત્યંત જરૂરી છે.

