લોકભાષા-ગાંધીધામ :
વાગડની સીમ વિસ્તારના ખેતરમાં એરંડાની આડમા પોસડોડાનુ વાવેતર કરવામાં આવ્યું હતું. પોલીસે ગેડી ગામમાથી પોસડોડાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો જ્યારે ખેતર માલિક સહીત બે શખ્સો ફરાર થઈ ગયા હતા
રાપર પોલીસે ગેડી ગામ અને સીમમાંથી પોસડોડાનો જથ્થો ઝડપી પાડયો છે એરંડાની આડમા પોષડોડાનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું
પોલીસને તપાસ દરમિયાન ખેતરમાંથી પોસ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો
પોલીસે ગેડી ગામમાથી પરબત પાંચા સિંધવને 95 કિલો પોસડોડાના જથ્થા સાથે ઝડપી લીધો જ્યારે ગેડી સીમમાં પચાણ સુરા રાઠોડના ખેતરમાંથી 18 કિલો પોસડોડાનો જથ્થો કબજે કર્યો ગામમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલા દ્વારા પોસડોડાનો જથ્થો કબજે કર્યો હતો વાગડ વિસ્તારમાં પોલીસની મોટી કાર્યવાહીથી ખળભળાટ મચી જવા પામ્યો હતો
પોલીસે આ કાર્યવાહીમાં આરોપીઓ પરબત પાંચા સિંધવ (રજપુત) ઉ.વ.૪૧ રહે-સિંધવ વાસ, ગેડી તા.રાપર જી.કચ્છને ઝડપી પાડ્યો હતો જ્યારે આરોપી વિશા માદેવા રાઠોડ (રજપુત) રહે-રવાણીવાસ, ગેડી તા.રાપર જી.કચ્છ અને પચાણ સુરા રાઠોડ (રજપુત) રહે-ગેડી તા.રાપર જી.કચ્છ. સ્થળ ઉપરથી મળી આવ્યા ન હતા
પોલીસે આ કેસમાં માદક પદાર્થ પોષ ડોડા કુલ-૩૭.૪૨૦ કિલો ગ્રામ કિંમત રૂપિયા ૧,૧૨,૨૬૦, વનસ્પતિજન્ય પાંદડા તથા ડાળખા જે માદક પદાર્થ ૫૮.૪ર૦ કિલો ગ્રામ કિમત રૂપિયા ૧,૭૫,૨૬૦ માદક પદાર્થ પોષડોડા-૧૮ કિલો ગ્રામ કિમત રૂપિયા ૫૪૦૦૦નો મુદામાલ મળી કુલ કિંમત રૂપિયા ૩,૪૧,૫૨૦નો માદક પદાર્થનો કબ્જે કરેલ છે.


