લોકભાષા-ગાંધીધામ :
વાગડમા તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો એક જ રાત્રીમા ત્રણ ગામના નવ મંદિરોને નિશાન બનાવી ચોરી કરી હતી જો કે આ અંગે પોલીસે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી તસ્કરોના સગડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
આ અંગે મળતી વિગતો મુજબ વાગડના ચિત્રોડ, જેઠાશ્રી અને મેવાસા ગામના મંદિરોને તસ્કરોએ મોડી રાત્રે નિશાન બનાવી ચોરી કરતા ભકતોમા નારાજગી સાથે આક્રોશ ફેલાયો હતો.
ચિત્રોડ, જેઠાશ્રી અને મેવાસાના અલગ-અલગ વિસ્તારમાં આવેલા એક સાથે નવ મંદિરના તાળા તૂટ્યા છે. બનાવ અંગે ગામના આગેવાનો દ્વારા પોલીસે જાણ કરવામાં આવી હતી અને પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. મંદિરની દાન પેટીમાં રહેલ રોકડ રકમ ઉપરાંત માતાજી અને ભગવાનના આભૂષણો સહીતની ચોરી થઈ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી ફરિયાદ નોંધાવાની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રણ ગામમા તસ્કરો દ્વારા સામુહિક નવ જેટલા મંદિરોને નિશાન બનાવી ચોરી કરી પોલીસને પણ જાણે પડકાર ફેંક્યો હતો. સવારમા મંદિર જતા શ્રદ્ધાળુઓને જાણ થતાં ગામના આગેવાનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા પણ ફરિયાદ નોંધી તસ્કરોના સગડ મેળવવા કવાયત હાથ ધરી છે.


