લોકભાષા-ગાંધીધામ :
ભચાઉના વામકા નજીક વાડી વિસ્તારમાથી પાંચ લાખનો વિદેશ દારૂ ઝડપાયો હતો પૂર્વ કચ્છ એલ. સી. બીએ ત્રણ આરોપીઓ સાથે મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પૂર્વ કચ્છ એલ.સી.બીની ટીમ સામખ્યાળી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા નવલસિંહ જાડેજા પોતાના કબ્જા ભોગવટાની વાડીમાં બહારથી વિદેશી દારૂ મંગાવી પોતાની વાડીમાં ઇંગ્લીશ દારૂનું કટીંગ કરી રહ્યા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે રેડ કરતા આરોપી હીતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા નવલસિંહ જાડેજા, ગોપાલ પુનારામ બીન્નોઈ, મનોહરલાલ કિષ્નારામ બીજોઈને વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની બોટલો કુલ કિંમત રૂપિયા ૫૦૦૮૧૪,
ઇનોવા કાર નં-જીજે-૧૮-બીસી-૬૦૫૫ કિંમત રૂપિયા એક લાખ, બલેનો કાર નંબર વગરની કિંમત રૂપિયા ચાર લાખ, મોબાઈલ ફોન નંગ-૪ કિંમત રૂપિયા સિતેર હજાર સાથે ઝડપી લીધા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે પોલીસે આપેલએ માહિતી મુજબ પૂર્વ કચ્છ એલ.સી.બી ની ટીમ સામખ્યાળી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન વામકાથી વિજપાસર જતા રસ્તા પર આવતા ત્રણ રસ્તા આવતા બાતમી મળેલ કે હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા નવલસિંહ જાડેજા રહે.વામકા તા.ભચાઉ વાળો પોતાના કબ્જા ભોગવટાની વાડીમાં બહારથી વિદેશી દારૂ મંગાવી પોતાની વાડીમાં ઇંગ્લીશ દારૂનું કટીંગ કરી રહેલ છે. જેના આધારે એલ.સી.બી. ની ટીમ દ્વારા તાત્કાલીક સ્થળ ઉપર રેઈડ કરી આરોપી હીતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા નવલસિંહ જાડેજા રહે. વામકા તા.ભચાઉ, ગોપાલ પુનારામ બીન્નોઈ રહે.ડેડવા તા.સાંચોર જી.ઝાલોર, મનોહરલાલ કિષ્નારામ બીજાોઈ રહે.ડેડવા તા.સાંચોર જી.ઝાલોરને વિદેશી દારૂની બોટલ મેકડોવલ્સ વ્હીસ્કી કિંમત રૂપિયા ૩,૪૫,૫૭૬, ઓલસીજન ગોલ્ડ કવ્હીસ્કી કિંમત રૂપિયા ૮૪૧૫૯ રોયલ ચેલેન્જ ફાઈન વ્હીસ્કી કિંમત રૂપિયા ૬૩,૧૧૨, રોયલ સ્ટેગ વ્હીસ્કી કિંમત રૂપિયા ८०७० મળી કુલ કિંમત રૂપિયા ૫૦૦૮૧૪નો દારૂનો જથ્થો તથા ઇનોવા કાર નં-જીજે-૧૮-બીસી-૬૦૫૫ કિંમત રૂપિયા દશ લાખ, બલેનો કાર નંબર વગરની કિંમત રૂપિયા ચાર લાખ, મોબાઈલ ફોન નંગ-૦૩ કિંમત રૂપિયા ૭૦હજાર સાથે ઝડપી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે