લોકભાષા-ભુજ :
વાયોર ખાતે આવેલી અલ્ટ્રાટેક સિમેન્ટ સેવાગ્રામ કંપની ખાતે ફરજ બજાવતા સિક્યુરીટીને જમ્યા બાદ ફૂડ પોલઈઝન થઇ જતાં ઝાળા થઇ જતાં સારવાર દરમિયાન દંમ તોડ્યો હતો.
મુળ સુલતાનપુર કાદીપુર દુર્ગાપુર ગામના અને હાલ વાયોર અલ્ટ્રાટેક સિમેન્ટ્ર સેવાગ્રામ કંપનીમમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા સંતોષકુમાર પારસનાથ સિંગ (ઉ.વ.40) નામના યુવાનને શુક્રવારે રાત્રે તેમના ઘરે જમ્યા બાદ ફૂડ પોઈઝનની અસર થઇ જતાં ઝાળા થઇ ગયા હતા. પ્રથમ સારવાર અલ્ટ્રાટેક કંપનીની હોસ્પિટલમાં સારવાર લીધા બાદ વધુ સારવાર માટે શનિવારે વહેલી સવારે સાડા સાત વાગ્યે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાંઆવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન સવારે સાડા નવ વાગ્યે હાજર પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. વાયોર પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી કરી હતી.
મરણજનાર અલ્ટ્રાટેક કંપનીમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે કામ કરે છે. જેને રાત્રીના જમ્યા બાદ તેની તબીયત લથડી હતી. કંપનીની જ હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ સ્વસ્થ થઇ ગયો હતો. પરંતુ ફરી તબીયત ખરાબ થઇ જતાં કંપનીની હોસ્પિટલમાં દાખલ કરીને વધુ સારવાર માટે ભુજ લઇ જતાં ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. મૃતકના કૌટુંબીક ભાઈ પવાનસિંગએ જણાવ્યું હતું. કે, સારવાર દરમિયાન સંતોષકુમારને બ્લડ પ્રેશર વધી ગયું હતુ.

