લોકભાષા-ભુજ :
માંડવીના વિંગડિયા ગામે ખેતી જમીનમાં ગેરકાયદેસર રીતે પવનચક્કી નાખવા મુદ્દે અરજદારે વિરોધ નોંધાવ્યો હતો ભુજમાં કલેકટર કચેરી ગેટ પર મહેન્દ્ર જોશીએ લેટળીયા ખાઈ વિરોધ નોંધાવ્યો હતો. પવનચક્કી નાખવાના કામને રદ્દ કરવા મામલતદારે હુકમ કર્યો હોવા છતાં કામગીરી ચાલી રહ્યો હોવાનો આક્ષેપ કરાયો હતો
નિયમોને નેવે મૂકી ગેરકાયદેસર રીતે પવનચક્કી નખાઈ છે.વહીવટ તંત્રને અનેક વખત રજુઆત કર્યા છતાં નકર પગલાં લેવાતા નથી. કલેક્ટર સમક્ષ રજુઆત કર્યા છતાં કોઈ ન પગલાં લેવાતા અરજદારમાં રોષ ફેલાયો છે પંદર પંદર દિવસે જવાબદાર વિભાગોના ધક્કા ખાવા છતાં ન્યાય મળ્યો નથી તાત્કાલિક ખાનગી પવનચક્કીને દૂર કરવા માંગ કરાઈ છે