લોકભાષા-ભુજ :
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અત્યાર સુધીની ૨૩ વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાતભરમાં તા. ૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉમંગભેર ઉજવણીનો શુભારંભ થયો છે. વિકાસ સપ્તાહ દરમિયાન વિવિધલક્ષી કાર્યક્રમો રાજયભરમાં યોજાઇ રહ્યા છે. જે અંતર્ગત રાજ્યના વિવિધ મહત્વપૂર્ણ સ્થળોનું સુશોભન અને લાઈટીંગ કરવામાં આવ્યું છે. ભુજમાં પણ સ્મૃતિવન સ્મારક અને મ્યૂઝિયમ્સની ઇમારતને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. આ નજારો જોઈ પ્રવાસીઓ તથા શહેરીજનો અભિભૂત થયા હતા.