લોકભાષા-આણંદપર :
વિશ્વ હિન્દુ પરિષદને ૬૦ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. ત્યારે ભારતભર માં દરેક જિલ્લા તેમજ તાલુકા મથકો પર ષષ્ટી પૂર્તિ સમારોહના સંદર્ભમાં વિરાટ હિન્દુ મહા સંમેલન થઈ રહ્યા છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ પૂર્વ કચ્છ જિલ્લા ના કોટડા પ્રખંડમાં તારીખ ૧૫/૯/૨૪ રવિવારના દિવસે ચકાર કોટડા ખાતે વિરાટ હિન્દુ મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. રણછોડભાઈ ધોડું કોટડા પ્રખંડ અધ્યક્ષ દ્વારા સ્વાગત પ્રવચન થયું
ત્યાર બાદ કાર્યક્રમમાં સંતો, તેમજ આમંત્રિત મહેમાનોનું ઢોલ નગારા સાથે સામૈયુ કરવામાં આવ્યું. કાર્યક્રમ ની ૐ કાર થી પ્રારંભ કરવામાં આવ્યો,સ્વાગત વિધિ,દેશભક્તિ ગીત, ત્યાર બાદ મહંત શાંતિપ્રિય દાસજી મહારાજ, (ગાદીપતિ નિષ્કલંકીધામ નખત્રાણા),સંત ડો. ત્રિકાલદાસજી બાપુ (રાપર) લઘુમહંત ભરતરાજા (ભારાપર જાગીર), મહંત બુદ્ધનંદગીરી બાપુ, મહંત દિનેશ દાદા (મળદદાદા પૂજારી લઠ્ઠેરી), મહંત કિશોરદાસજી (વરલી-સેવા સ્મરણ કુટીર) મહંત જગદીશ દાસજી મહારાજ
મહંત રામેશ્વર ગીરીજી મહારાજનારણભાઈ માતંગ (કોટડા ઉગમણા) સંતો ઉપસ્થિત રહ્યા હતા.તેમજ આર્શીવચન મળ્યા, તેમજ અતિથિ વિશેષ તરીકે હરિભાઈ ભાનુશાલી (કૈલાશ નગર પ્રાથમિક શાળા આચાર્ય પ્રકૃતિ પ્રેમી હરિઓમ મિશન) ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમના મુખ્ય વક્તા શંકરજી ગાયકર (કેન્દ્રિય મંત્રી અખિલ ભારતીય સહ ગૌ રક્ષા પ્રમુખ, રાષ્ટ્રીય વક્તા) નું ઉદ્ધબોધન રહ્યું હતુ. દેવજીભાઈ મ્યાત્રા સૌરાષ્ટ્ર પ્રાંત સહ મંત્રી, કિર્તીભાઇ જાટીયા સૌરાષ્ટ્ પ્રાંત કોષાધ્યક્ષ, સુરેશભાઈ ગુપ્તા કચ્છ વિભાગ અધ્યક્ષ, ધનજીભાઈ આહીર કચ્છ વિભાગ ઉપાધ્યક્ષ, જગદીશભાઈ સોરઠીયા સૌરાષ્ટ્ પ્રાંત સહ કોષાધ્યક્ષ, મહાવિરભાઈ જોશી, સહ મંત્રી મહેશભાઈ સોરઠીયા (પૂર્વ કચ્છ જિલ્લા અધ્યક્ષ) બેચરદાસજી (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કોટડા તાલુકા કાર્યવાહ) તેમજ વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા ટીમમાંથી હર્ષદભાઈ પરવડીયા, રાજેશભાઈ વેગડ, ધવલભાઈ રાજગોર, શાંતિલાલભાઈ નાકરાણી, દેવાભાઈ રબારી, રમેશભાઈ મરંડ, ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમના સંયોજક હર્ષદભાઈ ભગત, સહ સંયોજક નીરજભાઈ સોરઠીયા આ સંમેલનમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન કિરણભાઈ માકાણી, કલ્પેશભાઈ માકાણી અને વિજયભાઈ લીમાંણી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ પાર્થભાઈ વાઢેર, શાંતિલાલભાઈ ચાવડા, પાર્થભાઈ ભગત, નંદનભાઈ ભગત, ભવ્ય ગોરાણી, સત્યપાલસિંહ જાડેજા, મહેન્દ્રભાઈ ભગત, મહેશભાઈ ચાવડા, રાજેશભાઈ માકાણી, વિકેશભાઇ મરંડ, રામજીભાઈ ગોયલ વગેરે કોટડા પ્રખંડના કાર્યક્રતા ઓ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ ૪૦ થી વધુ ગામોમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા ૪૦૦ થી વધુ કાર્યકર્તાઓ કામે લાગ્યા હતા.તેમજ સંમેલનનું સમગ્ર મેદાન કોટડાની બહેનો દ્વારા સફાઈ કરવામાં આવ્યું હતું.હિન્દુ સમાજની બધી જ જ્ઞાતિઓમાંથી લગભગ દસ હજારથી વધુ લોકોએ એક સાથે મહા પ્રસાદ લઈ સામાજીક સમરસતા મોટું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
તેમજ વિવિધ સમિતિઓ દ્વારા આ સંમેલનને સફળ બનાવવામાં પોતાની ભૂમિકા ભજવી હતી.વિશ્વ હિન્દુ પરિષદ પૂર્વ કચ્છ જિલ્લા મંત્રી દિનેશભાઈ ડાંગરે તેમની યાદીમાં જણાવ્યું હતું.

