લોકભાષા-ભુજ :
અબડાસા તાલુકાના વીગાબેર ગામે આવેલી વાડીમાં ખેત મજુર કિશોરીએ રવિવારે કોઇ અગમ્ય કારણોસર જંતુનાશક ઝેરી દવા પી લીધી હતી. તેણીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
મુળ વડોદરાના સાંવલી ગામના હાલ અબડાસા તાલુકાના વીગાબેર ગામે આવેલી વાડીમાં કામ કરતી 14 વર્ષની હિનાબેન ગોપાલભાઇ નાયક નામની કિશોરીએ રવિવારે વહેલી સવારે વાડીમાં જંતુનાશક ઝેરી દવા પી લેતાં તેને પ્રથમ નલિકા સરકારી હોસ્પિટલ બાદ ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં હાજર પરના તબીબે મૃત જાહેર કરી હતી. પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.

