લોકભાષા-ગાંધીધામ :
દિનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા વર્તમાન સમયમાં કાર્ગો હેન્ડલિંગમાં વધારો કરવા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પોર્ટ વપરાશકારોને મુશ્કેલ ન પડે અને પોર્ટ ઉપર સરળતાથી કામગીરી થઈ શકે તે માટે ચેરમેન દ્વારા તમામ વિભાગના વડાઓ સાથે સમયાંતરે ચર્ચા કરી પ્રશ્નોનુ નિરાકરણ લાવે છે ત્યારે વૈશ્વિક વેપારને મજબૂત બનાવવા માટે પણ કામગીરી કરી પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી રહી છે.
દિનદયાળ પોર્ટ ઓથોરિટીના કંડલા પોર્ટ ખાતે ટીમ્બરનુ મોટા પ્રમાણમાં હેન્ડલિંગ થાય છે ત્યારે ટીમ્બર ઉદ્યોગના વિકાસ માટે પણ ડીપીએ પ્રયત્નશીલ છે અને તેના ભાગરૂપે ન્યુઝીલેન્ડ ફોરેસ્ટ સર્વિસના વડા સેમ કીનનએ દિનદયાળ પોર્ટની મુલાકાત લીધી હતી.
દિનદયાળ પોર્ટ ઓથોરિટીના ચેરમેન સુશીલ કુમાર સિંઘએ કંડલા ખાતે ન્યુઝીલેન્ડ ફોરેસ્ટ સર્વિસના વડા સેમ કીનનનું સ્વાગત કર્યું હતું. અને તેમને ડીપીએમા ઉપલબ્ધ સુવિધાઓની જાણકારી આપી હતી. સાથે સાથે વૈશ્વિક વેપાર વૃદ્ધિ માટે દિનદયાલ પોર્ટ ઓથોરિટી પ્રતિબદ્ધ હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો
આ સમયે પાઈન અને ટિમ્બરના એક્ઝિમને વધારવા પર કેન્દ્રિત ચર્ચાઓ, ટકાઉ વેપાર ભાગીદારીમાં એક પગલું આગળ ધપાવવા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ તકે કંડલા ટીમ્બર એસોસિયેશનના પ્રમુખ નવનીતભાઈ ગજ્જર ઉપસ્થિત રહ્યા હતા.