લોકભાષા-ગાંધીધામ :
ભુજ તાલુકાના વ્યારા ગામની વાડી વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે દેશી બનાવટની બંદુક સાથે એક ઇસમને પશ્ચિમ કચ્છ એસ.ઓ.જીની ટીમે ઝડપી પાડ્યો હતો
આ અંગે મળતી વિગતો મુજબ પશ્ચિમ કચ્છ એસ.ઓ.જીની ટીમ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલી બાતમીના આધારે ભુજ તાલુકાના વ્યારા ગામની વાડી વિસ્તારની ઉતરાદી સીમમાં આવેલ પાણીની તલાવડીની બાજુમાંથી આરોપી જાફર ઈસ્માઈલ આગા, ઉ.વ. ૩૦, રહે, ગામ-વ્યારા, વાડી વિસ્તાર, તા.ભુજવાળાને પકડી પાડી તેના કબ્જામાંથી ગેરકાયદેસર રીતે રાખેલ એક દેશી બનાવટની મજલ લોડ બંદુક કિંમત રૂપિયા ૨,૦૦૦ની ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ માનકુવા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.


