લોકભાષા-ભુજ :
ગત 19મી ડીસેમ્બરના રોજ શેખપીરથી ભુજ જતા રોડ પર કુલદેવી કૃપા સર્વિસ સ્ટેશનની પાછળ ખુલ્લા પ્લોટમાં એક ટેન્કરમાંથી રૂપિયા 14,44 લાખની કિંમતનું 19 હજાર લીટર બાયોડીઝલ પકડાયું હતું. જે એફએસએલ રીપોર્ટ આવી જતાં પધ્ધર પોલીસ મથકમાં ગેરકાયદે જથ્થો સંગ્રહ કરનાર આમના ટ્રેડીંગના પ્રોપરાઇટર સામે બે માસ બાદ ફરિયાદ નોંધાવાઇ છે.
ભુજ ગ્રામ્ય મામલતદાર એ.એન. શર્માએ સરકાર તરફે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે અંજારના બુઢામોરા ગામના અને આમના ટ્રેડીંગના પ્રોપરાઇટર અકબર ઓસમાણ રાયમાએ શેખપીર નજીક કુલદેવી કૃપા સર્વિસ સ્ટેશનની પાછળ ખુલ્લા પ્લોટમાં ટ્રક નંબર જી.જે.12 ડબલ્યુ 8958 ટેન્કરમાં 19 હજાર લીટર ભેળસેળ યુક્ત બાયોડીઝલ (બી-100) જવલનશીલ પ્રવાઇ ભરી ટેન્કર સાથે ડિસ્પેન્શર લગાડીને અંદાજે 19 હજાર લીટર ભેળસેળ યુક્ત બાયોડીઝલ રાખવામાં આવ્યું હતું. જે તે વખતે 9 લાખના ટેન્કર અને 14.44 લાખનું ડીઝલ જપ્ત કરીને સેમ્પલ જામનગર એફએસએલમાં પરિક્ષણ માટે મોકલાયું હતું. જેનો રીપોર્ટ આવી જતાં આધાર પૂરાવા વીના બાયોડીઝલનો જથ્થો રાખનાર સામે પધ્ધર પોલીસે આરોપી સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
| ReplyForwardAdd reaction |

