લોકભાષા-ભુજ :
તાલુકાના સણોસરા ગામે મોમાંય માતાજીના મંદિરમાં દાનપેટી તોડી તસ્કરો 35 હજારની ચોરી કરી ગયા હતા જ્યારે મુન્દ્રા તાલુકાના નાના કપાયા ગામે મકાનમાંથી સાડા ત્રણ લાખની ચોરીની ઘટના પ્રકાશમાં આવવા પામી છે
જાણવા મળતી વિગતો મુજબ ભુજથી 35 કિલોમીટરના અંતરે આવેલ મોમાંય માતાજીના મંદિરે તસ્કરો ગત તારીખ 10.9 ના તસ્કરો મંદિરની ગ્રીલમાં લગાવેલ દાનપેટીનો લોક તોડી રોકડ 35 હજારની ચોરી કરી ગયા હતા.આજે સવારે ઘટનાની જાણ થતાં રવાભાઈ રામાંભાઇ રબારીએ માનકુવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.માતાજીના મંદિરમાં ચોરી કરનાર ઇસમોને તાત્કાલિક ઝડપી પાડવા માંગ ઉઠવા પામી છે.
જયારે નાના કપાયા ગામે આવેલી પૂર્વી પાર્ક સોસાયટીમાં ગત તારીખ 4.9.થી 7.9 ના સમયગાળા દરમિયાન કોઈ ચોર સેન્ટ્રલ લોક તોડી બેડરૂમ માં ડ્રેસિંગ રૂમમાં ગુપ્ત ખાનામાં સોના ચાંદીના દાગીના સહિત 3.52000 ની ચોરી કરી ગયા હતા આ બનાવમાં મકાન માલીક ચંદાકુમારી પ્રકાશકુમારએ મુન્દ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે .ચોરીની આ ઘટનામાં પોલીસે શંકાસ્પદ ઇસમોની પૂછપરછ હાથ ધરી છે હજુ સુધી મહત્વની કોઈ કડી મળવા પામી નથી.સોસાયટી વિસ્તારમાં બનેલી ચોરીની ઘટનાએ ચકચાર સર્જી દીધી છે પોલીસે સોસાયટી વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ સધન બનાવવી જરૂરી બની રહે છે.ઘટનાને લઈને સ્થાનિક રહેવાસીઓની ઊંઘ હરામ થઈ જવા પામી છે.હાલ જિલ્લામાં એસ.પી.ની જગ્યા ખાલી છે ત્યારે તસ્કરો બેફામ બન્યા છે ચોરી,હત્યા જેવા કિસ્સા વધી રહ્યા છે તેની સામે કાયદાની પક્કડ જોવા મળતી નથી તે એક હકીકત છે.


