લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામ ચેમ્બર અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન (ટ્રક, ટેન્કર, ટ્રેલર, કન્ટેનર તથા અન્ય મોટા વાહન ધારકો) દ્વારા કચ્છ ને જોડતા તમામ રોડની સુધારણા માટે પ્રશાસનને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ, હજુ સુધી આ મુદ્દે પ્રશાસન તરફ થી કોઈ સંતોષકારક ઉકેલ કે જવાબ મળ્યો નથી.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, તા. 11 સપ્ટેમ્બર, 2024ના રોજ સવારે 11 કલાકે ટ્રાન્સપોર્ટ એસોસિએશનના માલિકો અને વાહન ધારકોએ મોખા ટોલનાકા પર નો રોડ નો ટોલ ટેક્ષ મુદે એકત્રિત થવાનું નક્કી કર્યું છે.
આ બેઠકનો ઉદ્દેશ્ય, ગાંધીધામ-મુન્દ્રા સાથે કચ્છ ને જોડતા તમામ રોડની સુધારણા માટે પ્રશાસન સાથે વિનંતી પૂર્વક ચર્ચા કરવાનો છે. જ્યાં સુધી રોડ નું કામ પૂર્ણ ના થાય ત્યાં સુધી, ટોલનાકા પર લેવાતા ટેક્સને ઓછામાં ઓછા બે મહિનાની મુદ્દત માટે મુક્ત રાખવાની માગણી કરવામાં આવશે. આ બેઠકમાં કોઈપણ પ્રકારનો કાયદાકીય ભંગ અથવા વિક્ષેપ ન થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે., તેમજ શાંતિ પૂર્ણ રીતે આ અંદોલન ને જારી રાખવામાં આવશે.
ટ્રાન્સપોર્ટ એસોસિએશના સુત્રો આશા રાખે છે આ બેઠકમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશનની માંગણીઓ ને યોગ્ય રીતે ધ્યાનમાં લેવામાં આવશે અને લાંબા ગાળાના સંતોષકારક ઉકેલ માટે પ્રશાસન તેનો ઊકેલ લાવશે.
આજની આ બેઠકમાં ગાંધીધામ ચેમ્બર સાથે, ધી ટેન્કર ઓનર્સ એન્ડ ઓપરેટર્સ એસોસીએશન, કચ્છ ડીસ્ટ્રીક્ટ ડમ્પર ઓનર્સ વેલ્ફેર એસોસીએશન, ગાંધીધામ, ગાંધીધામ લોકલ ટ્રક ઓનર્સ એસોસીએશન, ન્યુ ગાંધીધામ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસીએશન, ગાંધીધામ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસીએશન, કંડલા-મુન્દ્રા કન્ટેનર ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસીએશન, ટ્રક ઓનર્સ વેલ્ફેર ફાઉન્ડેશન, રતનાલ ટ્રાન્સપોર્ટ ઉધોગ વ્યવસાયકારોના હોદેદારોએ ચર્ચામાં ભાગ લીધેલ, તેવું એક અખબારી યાદીમાં ચેમ્બરના માનદ મંત્રી મહેશ તિર્થાણીએ જણાવ્યું હતું.
સમગ્ર કચ્છના ટ્રાન્સપોર્ટ વ્યવસાયકારો દ્વારા લડતના મંડાણ
આગામી તારીખ 11 સપ્ટેમ્બર ના સવારે 11.00 કલાકે મોખા ટોલ નાકે સભયોને એકત્ર થવા આહ્વાન
Next Article ભુજ પાલિકામાં મહિલાઓ રણચંડી બની
Related Posts
Add A Comment