લોકભાષા-ગાંધીધામ :
સમગ્ર કચ્છમાં રસ્તા પર ભટકતા ગોવંશ કે ઢોરોની મોટી સમસ્યા છે તમામે ગામ અને શહેર આ વિશે સ્થાનિક તંત્રને અનેક રજૂઆત અને આવેદનો અવારનવાર આપતા રહે છે. રસ્તે ભટકતા આખલાઓના કારણે અનેક મહામૂલ જિંદગી હોમાઈ હોવાના બનાવ બની ચૂક્યા છે.
હાલ રાપરમાં બે આંખલાની લડાઈમા વેપારી અગ્રણીનો ભોગ લેવાયો છે. ગાંધીધામ સ્વચ્છ અભિયાન સમિતિના સંયોજક કુમાર રામચંદાણી દ્વારા રસ્તે રખડતા ઢોરોની સમસ્યા વિશે એક આવેદનપત્ર કલેક્ટર કચ્છને પાઠવ્યું હતું જેમાં ગાંધીધામ શહેરમાં રખડતા ઢોરોને નિયંત્રિત કરવા નગરપાલિકા અને કલેક્ટરને રજુઆત કરી હતી.
સમગ્ર કચ્છમા નેશનલ હાઈવે, સ્ટેટ હાઇવે, ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રખડતા ઢોરની સમસ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. અને તેના કારણે નાના મોટા અકસ્માતો રોજીંદા બન્યા છે. રાપર ગાંધીધામ સહિતના વિસ્તારોમાં આવા બનાવો જીવલેણ સાબિત થયા છે તેમ છતાં જિલ્લા અથવા સ્થાનિક પ્રશાસન દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવા નક્કર કામગીરી કરવામાં આવતી નથી.