લોકભાષા-ભુજ :
તાજેતરમાં લોકસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદે મહાન યોદ્ધા મહારાણા સંગ્રામસિંહ (શ્રી રાણા સાંગા) અંગે અપમાનજનક ટિપ્પણી કરી, જેના કારણે સમગ્ર રાજપૂત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે. ઐતિહાસિક મહાનાયકને અપમાનિત કરવા પ્રયાસ કરનાર આ નિવેદન સામે દેશભરમાં આક્રોશ ફેલાયો છે.
આ ઘટનાને લઈને રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ અને કચ્છ જિલ્લા શાખા દ્વારા ભુજ ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં આ નિવેદનનો કડક વિરોધ દર્શાવાયો અને તાત્કાલિક માફી માગવાની માગણી કરવામાં આવી. આ વિરોધમાં બજરંગ દળ પણ જોડાયું અને સંગઠનના અનેક કાર્યકરો રાષ્ટ્રીય ગૌરવ અને ઐતિહાસિક વીર પુરુષોના સન્માન માટે એકઠા થયા હતા
સાંસદના નિવેદનનો કડક વિરોધ અને તેમને જાહેર માફી માગવા માટે માંગ કરવામાં આવી હતી
ઐતિહાસિક મહાનાયકોની અપૂમાનજનક ટીકા સામે કડક કાયદા બનાવવાની માંગ કરવામાં આવી હતી


