લોકભાષા-ગાંધીધામ :
સામખ્યાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂપિયા ૧,૦૨,૮૪૦ નો વિદેશી દારૂનો જથ્થો લોકલ ક્રાઈમ બ્રાન્ચ પુર્વ કચ્છએ ઝડપી પાડ્યો હતો.
પૂર્વ કચ્છ એલ.સી.બી.ની ટીમ સામખ્યાળી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન સુરજબારી ટોલનાકા નજીક આવતા બાતમી મળેલ કે આરોપી જુમા ઓસમાણ ત્રાયા રહે. જશાપર વાંઢ તા.ભચાઉએ પોતાના કબ્જાના મકાનમાં ગેરકાયદે રીતે વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરી રાખેલ છે.
બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમ દ્વારા રેઈડ કરી આરોપી જુમા ઓસમાણ ત્રાયા ઉ.વ. ૪૮ રહે. જશાપર વાંઢ તા. ભચાઉને જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો કિંમત રૂપિયા ૧૦૨૮૪૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો આ ગુનામાં અન્ય એક આરોપી દાઉદ ઉર્ફે ડાડુ કાદર મુલ્લા રહે. સુરજબારી તા.ભચાઉનુ નામ ખુલ્યું હતું. પૂર્વ કચ્છ એલ.સી.બીએ દારૂના જથ્થાને કબજે લઈ બને આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


