લોકભાષા-ગાંધીધામ :
સામખીયાળી નજીકથી ૨૩.૯૧ લાખના હેરોઈનના જથ્થા સાથે એક શખ્સને એસઓજીએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે પૂર્વ કચ્છ એસ.ઓ.જી.એ આપેલી વિગતો મુજબ હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ રતનલાલ પુરોહિત તથા ધર્મેન્દ્રસિંહ હાકમસિંહ સોઢાને સામખીયારી ટોલ પ્લાઝાથી સામખીયારી ગામ તરફ જતા નેશનલ હાઈવેના સર્વિસ રોડ ઉપર આવેલ પીકઅપ સ્ટેન્ડ ઉપર પરગટસિંગ સુલેખસિંગ પોતાના કબ્જા ભોગવટામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ હેરોઈનનો જથ્થો રાખી ગેરકાયદેસર રીતે વેચાણ કરવાની પેરવીમાં હોવાની બાતમી મળી હતી છે. દરમિયાન એસઓજીની ટીમે બાતમીના આધારે રેઈડ કરી તપાસ કરતાં પરગટસિંગ સુલેખસિંગ પાસેથી માદક પદાર્થ હેરોઇન કુલ વજન ૪૭.૮૩૦ ગ્રામ કિમત રૂપિયા ૨૩,૯૧,૫૦૦નો મુદ્દામાલ મળી આવતા તેના વિરૂધ્ધ એન.ડી.પી.એસ.એક્ટ-૧૯૮૫ હેઠળ ગુન્હો દાખલ કરાવી આગળની કાર્યવાહી અર્થે સામખિયારી પોલીસ સ્ટેશનને સોંપવામા આવ્યો હતો
પૂર્વ કચ્છ એસઓજી દ્વારા આરોપી પરગટસિંગ સુલેખણસિંગ જાતે સિંગ ઉવ પર રહે ખદુર સાહેબ રોડ બાથ તરણતારણ પીન નંબર ૧૪૩૪૦૬ પંજાબને ઝડપી તેના કબજામાંથી હેરોઈન નેટ વજન ૪૭.૮૩૦ કિમત રૂપિયા ૨૩,૯૧,૫૦૦, મોબાઈલ ફોન નંગ-૦૧ કિંમત રૂપિયા ૧૦,૦૦૦, આધારકાર્ડ, બે રેલ્વે ટીકીટ સહિત કુલ કિંમત રૂપિયા ૨૪,૦૧,૫૦નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ કામગીરીમાં એસ.ઓ.જી. પી.આઈ ડી.ડી.ઝાલા તથા પીએસઆઈ વી.પી.આહીર તથા એસ.ઓ.જી. સ્ટાફ જોડાયેલ હતો.