લોકભાષા-ગાંધીધામ :
સામખીયાળી લાકડીયા હાઈવે ઉપર ગેસની ચોરી કરી બાટલા રીફીંલીંગ કરતા બે આરોપીઓને ૨૧.૯૨ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
આ અંગે પોલીસે આપેલી માહિતી મુજબ પુર્વ કચ્છ એલ.સી.બી ટીમ સામખીયારી – લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે નવા કટારીયા પાટીયા વાળા રોડથી સામખીયારી તરફ જતા નેશનલ હાઇવે રોડ પર આસુવીરા નામની હોટલ આવેલ છે. જે હોટલ ગજેન્દ્રસિંહ શેખાવત રહે. રાજસ્થાન વાળો ચલાવે છે અને તે પોતાના આર્થિક ફાયદા સારૂ બીજાઓનો જીવ જોખમાય તે રીતે કંડલાથી ગેસ ભરી જતા ટેન્કર ડ્રાઈવરોને રૂપિયાની લાલચ આપી પોતાના કબ્જા ભોગવટાની હોટલના પાછળના ભાગે ટેન્કરોમાંથી ગેસની ચોરી કરી બાટલાઓમાં ભરી રીફીલીંગ કરે છે અને હાલે તેની હોટલ ઉપર ટેન્ડરમાંથી ગેસ ચોરી કરી બાટલાઓમાં ભરવા (રીફીલીંગ) નુ કામ ચાલુમાં છે. જે અંગે પોલીસે તપાસ ક૨તા ગેસનુ ટેન્ડર રજી.નં. જીજે-૧૨-એવાય-૫૬૩૨ વાળુ ઉભેલ હોઈ અને ટેન્ડરના વાલ્વ પાસે બે ઈસમો ગેસના બાટલા રાખી ટેન્કરમાંથી ગેસની ચોરી કરતા હોવાનુ જણાઈ આવતા આરોપીઓને પકડી પાડી લાકડીયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલ છે અને આગળની કાર્યવાહી માટે લાકડીયા પોલીસને સોંપવામાં આવેલ છે.
આ ગુનામા આરોપીઓનાં ગજેન્દ્રસિંહ શ્યામસિંહ શેખાવત ઉ.વ. 30 રહે. હાલ આસુવીરા હોટલ,માનસ હનુમાન મંદિરની બાજુમાં નવા કટારીયા તા.ભચાઉ મુળ રહે. ઇન્દોખા થાના-ગચ્છીપુરા તા.મકરાણા જી.નાગોર રાજસ્થાન અને મહમદ શાહબુદીન મહમદ રહમતહુશેન શેખ ઉ.વ. ૩૯ ૨હે. સોહરોલ થાના-બીનીપટી જી.મધુબનીને ગેસના બાટલા નંગ-૫ કિંમત રૂપિયા ૧૫૦૦૦, ખાલી બાટલા નંગ-૨૪ કિંમત રૂપિયા ૪૮૦૦૦, ગેસ ભરવા માટે પાંચ નળી વાળુ નોઝલ કિંમત રૂપિયા ૨૦૦૦, ટેન્કર રજી.નં. જીજે-૧૨-એવાય-૫૬૩૨ કિંમત રૂપિયા ૧૦,૦૦,૦૦૦, ટેન્કરમા ભરેલ ગેસ ૧૬,૦૪૫ ટન કિંમત રૂપિયા ૧૧,૨૭,૫૨૩ સાથે કુલ કિંમત રૂપિયા ૨૧,૯૨,૫૨૩ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.