લોકભાષા-ગાંધીધામ :
પૂર્વ કચ્છ એલ.સી.બીની ટીમ લાકડીયા વિસ્તારમા પેટ્રોલીંગમાં હતી ત્યારે ડીઝલ તથા ખાદ્ય તેલના જથ્થા સાથે એક આરોપીને સામખીયાળી હાઈવે ઉપરથી પકડી પાડયો હતો.
પૂર્વ કચ્છ એલ.સી.બી પીઆઈ એન.એન.ચુડાસમાની આગેવાનીમાં એલ.સી.બી ટીમ લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમીના આધારે બાબુલાલ મુકનારામ ચૌધરી (જાટ)ની મોરબી- સામખીયારી નેશનલ હાઈવે રોડ પર આવેલ ખેમાબાબા હોટલના પાછળના ભાગે તપાસ કરતા ડીઝલ તથા ખાદ્યતેલ મળી આવ્યો હતો.
જે બાબતે આરોપી બાબુલાલ મુકનારામ ચૌધરીની
પુછપરછ કરતા ડીઝલ અને ખાદ્ય તેલના કોઈ આધાર પુરાવા ન હોય આ જથ્થો ચોરી કે છળકપટથી મેળવી સંગ્રહ કરેલ હોવાનુ જણાઈ આવતા આરોપીને પકડી પાડી લાકડીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપી ગુનો દાખલ કરાયો હતો
આ કાર્યવાહીમા આરોપી બાબુલાલ મુકનારામ ચૌધરી (જાટ) ઉ.વ. ૩૮ ૨હે. હાલે ખેમાબાબા હોટલ જુના કટારીયા સીમ તા.ભચાઉ મુળ રહે. શીણધરી તા.ગુડામલાણી જી.બાલોત્રા (રાજસ્થાન)ને ડીઝલ લીટર ૧૨૦૦ કિંમત રૂપિયા ૧,૦૬,૮૦૦, ખાદ્યતેલ લીટર ૪૦૦ કિંમત રૂપિયા ૩૬૦૦૦, ડીઝલ તેમજ ખાદ્યતેલ કાઢવાનો ઇલેક્ટ્રીક પંપ નંગ-૧ કિંમત રૂપિયા ૨૦૦૦૦, મોબાઈલ ફોન નંગ-૧ કિ.રૂ. ૫૦૦૦ સાથે કુલે કિંમત રૂપિયા ૧,૬૭,૮૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.વી.જાડેજા તથા એલ.સી.બી.સ્ટાફ જોડાયો હતો.