લોકભાષા-ગાંધીધામ :
તાજેતરમાં અંજાર તાલુકાના સિનુગ્રા ખાતેથી ગાંજાના છોડ સાથેનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો જેમા સંડોવાયેલા ફરાર આરોપીને પણ પોલીસએ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
તાજેતરમાં એસ.ઓ.જી પુર્વ કચ્છ ગાંધીધામ તથા અંજાર પોલીસે સયુકતમાં રેડ કરી અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારના સિનુગ્રા ગામમાં મહમદહાજી મહમદહુશેન સૈયદ પોતાના કબ્જા ભોગવટાના મકાનના ફળીયામાંથી માદક પદાર્થ ગાંજાના નાના મોટા છોડ નંગ-૩૮ તથા એક કાળા કલરના પ્લાસ્ટીકના ઝબલામાંથી સુકા જેવા ડાળખા પાંદડા તથા ગાંજાના બી ૫૫૧ ગ્રામ જેટલો મુદામાલ રેડ દરમ્યાન કબજે કર્યો હતો અને આરોપી મહમદહાજી મહમદહુશેન સૈયદ વિરુદ્ધ અંજાર પોલીસ સ્ટેશનમા એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી
આ રેડ સમયે આરોપી મહમદહાજી મહમદહુશેન સૈયદ ઉ.વ.૩૮ ૨હે.દેવળીયાનાકા જાગરીયા ફળીયુ ટીંબીકોઠા અંજાર હાજર મળી આવ્યો ન હતો જેથી આરોપીને શોધવા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન અંજાર પોલીસ કર્મચારીઓએ આરોપી મહમદહાજી મહમદહુશેન સૈયદને હમુન રિસોર્સ બાતમી આધારે અંજારના દેવળીયાનાકા ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

