લોકભાષા-ભુજ :
છેવાડાના અબડાસા તાલુકાના સુથરી ગામના લોકોને હાલ આધારકાર્ડ બનાવવા અને કેવાયસી અંતર્ગત સુધારા વધારા માટે પરેશાન થવું પડે છે. નલિયા મામલતદાર કચેરીએ જાય છે પણ ધક્કા પડી રહ્યા છે.
લોકોના જણાવ્યા પ્રમાણે તાલુકા ભરના લોકો નલિયા મામલતદાર કચેરી સ્થિત આધાર કેન્દ્ર ખાતે પોતાના આધાર કાર્ડ સંબંધી કામગીરી માટે કામકાજના દિવસે આવતા રહે છે પરંતુ કામગીરી બંધ હોવાથી લોકોને ધક્કા પડી રહ્યા છે. સુથરીથી નલિયાનું અતર 30 કિલોમીટરનું છે લોકો ભાડા ખર્ચીને નલિયા પહોંચે છે જ્યાં કામગીરી ન થતા લોકોને પરત જવાની ફરજ પડે છે સરકારના આદેશ મુજબ ડિસેમ્બર સુધી સુધારા કામગીરી કરવાની સૂચના છે પણ તેની સામે મહત્વના કેન્દ્રો બંધ છે આ મામલે થોડા દિવસ પહેલા તંત્રના અધિકારીનું ધ્યાન દોરવા છતાં વધારાની સેવા ઉપલબ્ધ બની ન હોવાનું લોકો જણાવી રહ્યા છે, ત્યારે તાત્કાલિક ધોરણે લોકપ્રશ્ન નો ઉકેલ આવે તેવી માંગ ઉઠી છે. આધાર કાર્ડમાં પડતી હાલાકી નિવારવા વધારાના પોઇન્ટ ગ્રામ પંચાયત કક્ષાએ ફાળવવા માંગ કરવામાં આવી છે