લોકભાષા-ભુજ :
તા.૨૫ ડિસેમ્બર ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિને સુશાસન દિવસ તરીકે મનાવવામાં આવે છે. જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા આ સમગ્ર સપ્તાહ દ્વારા સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે આજરોજ કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લાના મુખ્યમથક ભુજમાં આવેલી જી.કે જનરલ હોસ્પિટલ ઓડિટોરિયમમાં સુશાસન દિવસની ઊજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.
કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા અને અન્ય મહાનુભાવોએ દિપ પ્રાગટય કરીને કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડાએ અટલ બિહારી વાજપેયીજીને યાદ કરીને તેમને વંદન કર્યા હતા. સાંસદએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી કચ્છ આજે ઔદ્યોગિક હબ બન્યું છે. સરકારી યોજનાઓના લાભથી નાગરિકોના જીવનમાં એક મોટું પરિવર્તન આવ્યું છે. સમાજનો જરૂરિયાતમંદ એકપણ નાગરિક સરકારી યોજનાથી વંચિત ના રહી જાય તે દિશામાં થયેલી સુંદર કામગીરીને સાંસદએ બિરદાવી હતી. નિષ્ઠાપૂર્વક ફરજ બજાવીને સુશાસનની અનુભૂતિ તમામ નાગરિકોને થાય તે ધ્યેય સાથે કામગીરી કરતા રહેવા સાંસદએ અનુરોધ કર્યો હતો. સાંસદએ વિવિધ યોજનાઓમાં કચ્છ જિલ્લાએ હાંસલ કરીને સિદ્ધિઓને મંચ ઉપરથી બિરદાવીને પાત્રતા ધરાવતા નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી.
કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદે નાગરિકોને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લઈને વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી થવા જણાવ્યું હતું. આગેવાન દિલીપભાઈ દેશમુખ એ પ્રાસંગિક પ્રવચન કરતાં ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ નિમિત્તે તેમને વંદન કરીને દેશની અખંડિતતા જાળવી રાખવા માટે પ્રયાસરત રહેવા અનુરોધ કર્યો હતો. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાના કચ્છમાં સુચારું અમલીકરણ માટે દિલીપભાઈએ કચ્છ જિલ્લા વહીવટીતંત્રની કામગીરી બિરદાવી હતી. અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ ઉદ્બોધન કરતા અટલજીને યાદ કરીને તેમના પંથે ચાલીને લોક સેવાને પ્રાથમિકતા આપવા અનુરોધ કર્યો હતો.
આ સુશાસન કાર્યક્રમ દરમિયાન પીએમ વિશ્વકર્મા, નમો લક્ષ્મી યોજના અને પીએમ સ્વનિધિ વગેરે યોજના અંગેની ફિલ્મ સૌ મહાનુભાવો અને નાગરિકોએ નિહાળી હતી. આ ઉપરાંત, વિવિધ યોજનાના લાભાર્થીઓએ યોજનાકીય લાભથી તેમના જીવનમાં આવેલા પરિવર્તનના અંગેના અનુભવો મુક્તમને રજૂ કર્યા હતા. કાર્યક્રમ બાદ સૌ મહાનુભાવોએ વિવિધ વિભાગો દ્વારા ઊભા કરવામાં આવેલા યોજનાકીય માહિતીના સ્ટોલની મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, માંડવી મુન્દ્રા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ રશ્મિબેન સોલંકી, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ વરસાણી, કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવી, ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન મહિદિપસિંહ જાડેજા, બાંધકામ સમિતિના ચેરમેન દિવ્યરાજસિંહ જાડેજા, આગેવાન સર્વે ધવલભાઈ આચાર્ય, નરેન્દ્રભાઈ, અનિલભાઈ છત્રાલા, કાસમભાઈ કુંભાર, શ્રીમતિ બિંદિયાબેન ઠક્કર, અરજણભાઇ રબારી, શ્રીમતિ મનિષાબેન સોલંકી, રમેશભાઈ ગઢવી, હનીફભાઈ માંજોઠી, જિલ્લા કલેક્ટર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી શૈલેષ પ્રજાપતિ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખ, ભુજ પ્રાંત અધિકારી ડૉ. અનિલ જાદવ, જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર, પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલા, ભુજ ગ્રામ્ય મામલતદાર એ.એન.શર્મા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર બી.જે.નકુમ, ભુજ તાલુકા વિકાસ અધિકારી સંજય ઉપલાણા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સંજય ચૌધરી, આઈસીડીએસના પ્રોગ્રામ ઓફિસર દશરથ પંડ્યા સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

