લોકભાષા-ગાંધીધામ :
આદિપુર સ્વામી લીલાશાહ કુટિયા ખાતે સંત શિરોમણી લીલાશાહ મહારાજ ની ૫૧ મી પુણ્યતિથિ નિમિતે ૧૦, ૧૧, ૧૨ તારીખે ત્રિદિવસીય મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પ્રથમ દિવસે આદિપુર સ્વામી લીલાશાહ આશ્રમ થી શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેની આદિપુર ગાંધીધામ માં પરિક્રમા કરવામાં આવી હતી. બીજા દિવસે સમૂહ જનોઈ તથા ત્રીજા દિવસે સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું. અન્નદાન, વિદ્યાદાન અને કન્યાદાન ના સંકલ્પ સાથે જીવનારા સ્વામીજી ના સંકલ્પો ને સાકાર કરવાનું કાર્ય આજે પણ તેમના અનુયાયીઓ કરી રહ્યા છે. જય રામજી કી ના મૂળ મંત્ર સાથે સમગ્ર જીવનકાળ માં ભોજન ની ચિંતા રામ પર મૂકી લોક કલ્યાણ ના કાર્ય કરનારા સ્વામી જી ૯૩ વર્ષ ની ઉંમરે પણ યોગ નું શિક્ષણ આપતા અને પોતાના અનુયાયીઓ ને બ્રહ્મચર્ય નું પાલન કરવાની પ્રેરણા આપતા. આદિપુર ખાતે આ સમારોહ માં દેશ વિદેશ થી સ્વામી લીલાશાહ ના ભક્તો બહોળી સંખ્યામાં આવે છે અને સ્વામીજી ની હાજરી નો અનુભવ કરે છે


