લોકભાષા-ગાંધીધામ :
હર્બલ ટોનિક નશાકારક આર્યુવેદિક શીરપના શંકાસ્પદ જથ્થા સાથે બે આરોપીઓને પૂર્વ કચ્છ એસઓજીએ ઝડપી લીધા હતા ૫.૪૫ લાખના જથ્થો કબજે કરી બને વિરૂદ્ધ અંજાર પોલીસ મથકે ગુનો નોંધાવી અંજાર પોલીસે તપાસ હાથ ધરી છે.
પૂર્વ કચ્છ એસ.ઓ.જી. ટીમને અંજાર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ખાનગી રાહે હકિકત મળેલ કે, ભીમાસર (ચકાસર) ગામે આવેલ મોમાઈ કૃપા નામની દુકાનનો સંચાલક બાબુભાઈ હઠુભાઈ કોલી ગે.કા.૨ીતે આલ્કોહોલ જેવુ શંકાસ્પદ પ્રવાહી હર્બલ ટોનીક બોટલો રાખી વેંચાણ કરે છે જેથી રેઈડ કરી તપાસ ક૨તા તેના કબજામાથી શંકાસ્પદ ઓલ્કોહોલ યુકત અલગ અલગ બ્રાંન્ડની હર્બલ ટોનીકવાળી બોટલ મળી આવી હતી.

આ અંગે તેની પુછપરછ કરતા તેને આ મુદામાલ અંજા૨ દબડા રોડ ઉપર આવેલ હરી કૃપા કોમ્પલેક્ષમા દુકાન ધરાવતા જીવરાજ કરમણ ગઢવી પાસેથી લઇ આવ્યો હોવાનું જણાવ્યું હતું જેથી તે જગ્યાએ તપાસ કરતા દુકાનમાંથી અલગ અલગ બ્રાંન્ડની હર્બલ ટોનીકની બોટલો મળી આવી હતી.
આ કાર્યવાહીમાં એસઓજીએ કુલ બોટલ નંગ ૩૬૫૪ કુલ કિમત રૂપિયા ૫૪૫૨૭૭ના મુદ્દામાલ સાથે આરોપી જીવરાજ કરમણ ગઢવી ઉવ ૨૯ ૨હે રાજા કાપડી સોસાયટી મકાન નંબ૨ ૧૮૪ દબડા રોડ અંજાર અને બાબુભાઈ હકુભાઈ કોલી ઉવ ૪૫ રહે ભીમાસર (ચકાસર) તા.અંજાર કચ્છને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


