લોકભાષા-ભુજ :
નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોયલ્ટી કે પાસ પરમીટ વગર ૫૮ ટન બોકસાઈટ ભરેલ ટ્રકને એલ.સી.બીની ટીમે ઝડપી પાડીને કાર્યવાહી કરી છે.
ચાલક પાસેથી કોઈ પણ જાતના આધાર પુરાવા મળી ન આવતા કાર્યવાહી હાથ ધરી હતી
જાણવા મળતી વિગતો મુજબ પોલીસની પેટ્રોલીંગ દરમિયાન હાજીપીર ફાટક પાસે ટ્રક નં. જીજે.૨૭.ટી.એફ.૦૬૧૫ને ચેક કરતા તેમાંથી બોક્સાઈટ ૫૮ ટન મળી આવેલ જે અંગેના કોઈ પણ જાતના આધારપુરાવા ચાલક પાસેથી મળી આવ્યા ન હતા. આ બનાવમાં ભચાઉ તાલુકાના શિકરા ગામના ભચુહરભમ રબારી (ઉ.વ.૧૯) પાસે રોયલ્ટી પણ જોવા મળી ન હતી. આ બનાવમ ટ્રક સહિતનો જથ્થો નખત્રાણા પોલીસ મથકે લઈ જવાયો હતો. વધુ કાર્યવાહી માટે ખાણ બેનીજ ભુસ્તર વિભાગને જાણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય એ છે કે, છેલ્લા લાંબા સમયથી ખનીજ ચૌરી બેરોકટોક વધી રહી છે. જેની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે. ત્યારે આવા ખનીજચોરો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.

