ગાંધીનગર,
ગુજરાતના નાગરિકોની આરોગ્ય સેવામાં વધારો કરતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતેથી ૧૦૦ નવી ‘૧૦૮ એમ્બ્યુલન્સ’ને ફ્લેગઓફ આપી પ્રસ્થાન કરાવી નાગરિકોની સેવામાં કાર્યરત કરી હતી. સાથે જ, મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિભાગના ૈંઝ્રેં ઓન વ્હીલ્સ માટેના નવા ૩૮ વાહનોનું તેમજ ફૂડ સેફટી ઓન વ્હીલ્સની ૧૦ નવી મોબાઈલ ટેસ્ટિંગ વાનનું પણ લોકાર્પણ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યારે ૮૦૦ જેટલી ‘૧૦૮ એમ્બ્યુલન્સ’ કાર્યરત છે. જેમાં જૂની એમ્બ્યુલન્સને તબદીલ કરીને આ ૧૦૦ નવી એમ્બ્યુલન્સ કાર્યરત કરવામાં આવી છે. જ્યારે, નવી ૩૮ ૈંઝ્રેં ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સ કાર્યરત થતા, હવે રાજ્યભરમાં ૮૩૮ જેટલી એમ્બ્યુલન્સ નાગરિકોની આરોગ્યલક્ષી સેવામાં કાર્યરત થશે. આ ઉપરાંત ગુજરાતમાં હાલ કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ફૂડ સેફટી ઓન વ્હીલ્સની ૨૨ મોબાઈલ ટેસ્ટીંગ વાન કાર્યરત છે. કેન્દ્ર સરકાર દ્વારા વધુ ૧૦ વાહનોની ફાળવણી કરવામાં આવતા હવે ગુજરાતમાં ૩૨ જેટલી ફૂડ સેફટી ઓન વ્હીલ્સની મોબાઈલ ટેસ્ટીંગ વાન કાર્યરત થશે.
આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં શરુ કરેલી આરોગ્યલક્ષી ૧૦૮ ઇમરજન્સી સેવાનું માળખું આજે અન્ય રાજ્યો માટે એક આદર્શ મોડલ તરીકે પ્રસ્થાપિત થયું છે. ૧૦૮ સેવાના વ્યાપ તેમજ એમ્બ્યુલન્સ વાહનોની કાર્યક્ષમતા અને ગુણવતા વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૨૯ કરોડથી વધુના ખર્ચે નવી ૧૩૮ જેટલી એમ્બ્યુલન્સ કાર્યરત કરવામાં આવી છે.
૧૦૦ નવી ૧૦૮ એમ્બ્યુલન્સ સાથે ગુજરાતના નાગરિકોની આરોગ્ય સેવામાં થયો વધારો
Previous Articleબોટાદમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયત્ન કરનારા બેની ધરપકડ કરવામાં આવી
Related Posts
Add A Comment


