લોકભાષા-મુન્દ્રા :
અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડએ નાણાકીય વર્ષ 2024-25માં તેના તમામ બંદરો પર 450 મિલિયન મેટ્રિક ટનના કાર્ગો હેન્ડલિંગ વોલ્યુમ કરીને ભારતના દરિયાઇ વ્યાપારમાં અમીટ છાપ ઉભી કરી છે. આ નોંધપાત્ર સિદ્ધિમાં મોખરે અદાણી પોર્ટ મુન્દ્રા છે, જેણે એક જ વર્ષમાં 200 એમએમટી કાર્ગો હેન્ડલિંગ કરનાર ભારતના પ્રથમ બંદર તરીકે ઇતિહાસ રચ્યો છે. આ બેવડી સીમાચિહ્નરૂપ સિદ્ધિ મુંદ્રા પોર્ટને દેશના મુખ્ય વ્યાપારી પ્રવેશદ્વાર તરીકે દર્શાવે છે, તથા ભારતના દરિયાઇ અને લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમમાં અગ્રિમ તરીકે અદાણી પોર્ટ સેઝના કદને પણ ઉન્નત કરે છે.
અદાણી પોર્ટ સેઝના પોર્ટફોલિયોમાં 450 એમએમટી કાર્ગો હેન્ડલિંગની સંયુક્ત સિદ્ધિ કંપનીની કાર્યકારી શ્રેષ્ઠતા અને વ્યૂહાત્મક દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે, જ્યારે એકલા અદાણી પોર્ટ મુન્દ્રાની 200 એમએમટી ની સ્વતંત્ર સિદ્ધિ આ સફળતામાં તેની મુખ્ય ભૂમિકા પર ભાર મૂકે છે.
સમગ્ર કાર્ગો સેગમેન્ટમાં શ્રેષ્ઠ કામગીરી
200 એમએમટી કાર્ગો હેન્ડલીગ અદાણી પોર્ટ્સ મુન્દ્રાની કાર્ગો હેન્ડલિંગ શ્રેષ્ઠતા અને ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે.


