લોકભાષા-ભુજ :
અબડાસા તાલુકા વિસ્તારમા ફ્લાઈંગ સ્કવોડની ટીમે ગેરકાયદેસર બેંટોનાઈટની ગાડીઓ જપ્ત કરીને કાર્યવાહી કરતા ફફડાટ ફેલાયો છે
ભૂસ્તરશાસ્ત્રી અને ભુજ ફ્લાઈંગ સ્કવોડની સંયુક્ત તપાસટીમ દ્વારા મધ્ય રાત્રીના ખાનગી વાહનોમાં અબડાસા તાલુકાના ખીરસરા ગામ ખાતે આકસ્મીક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન બેન્ટોનાઈટ ખનિજ નું ગેરકાયદેસર ખનન કરતા બે એકસકેવેટર મશીન તથા ગેરકાયદે રીતે બેન્ટોનાઈટ ખનિજ વહન કરવાના ઇરાદે આવેલ 4 ટ્રક જપ્ત કરવામાં આવી હતી.જે પૈકી એક ટ્રકમાં આશરે 25 મેટ્રિક ટન બેન્ટોનાઈટ ખનિજ ગેરકાયદેસર ભરવામાં આવ્યો હોવાનું જણાઈ આવ્યું હતું. સંયુકત તપાસટીમ દ્વારા તમામ વાહનો સીઝ કરી કોઠારા પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે .આ બનાવમાં ખનિજના ગેરકાયદે ખનનથી થયેલ ખાડાની માપણી હાથ ધરવામાં આવી હતી. બાબતે નિયમોનુસારની કાર્યવાહી હવે પછી હાથ ધરવામાં આવશે.