લોકભાષા-ભુજ :
૩૧ જાન્યુઆરી તેમજ ૧ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ કચ્છના પ્રસિદ્ધ સફેદ રણમાં ભારતીય વાયુ સેનાની સૂર્ય કિરણ એરોબૈટિક ટીમ દ્વારા શાનદાર એર શો યોજવામાં આવનાર છે. મંત્ર મુગ્ધ કરી દેતા આ શો માં ભારતીય વાયુ સેનાના પાયલોટોના કૌશલ, વ્યાવસાયિક્તા અને ક્ષમતાનું પ્રદર્શન કરતા સ્ટીક ઉડાનનું શાનદાર પ્રદર્શન કરશે.
ભારતીય વાયુસેનાની પ્રસિદ્ધનૌ હોક વિમાનો ધરાવતી સૂર્ય કિરણ એરોબેટિક ટીમ જે ભારતીય વાયુ સેનાની એક ઓળખ છે તેની સાથે સુખોઈ ૩૦ અને જગુઆર વિમાનોનું પણ પ્રદર્શન યોજાશે.ભુજ વાયુ સેનાના ઓફિસર કમાંડિંગએ જણાવ્યું હતું કે ભારતીય વાયુ સેનાની પ્રસિદ્ધ સૂર્ય કિરણ એરો બેટિકટીમની રચના ૧૯૯૬ માં કરવામાં આવી હતી.જે દુનિયાની એરો બેટીકટીમ માની એક છે. તેમજ એશિયાની એક માત્ર ટીમ છે.આ ટીમ દ્વારા અત્યાર સુધીમાં ૫૦૦ થી પણ વધુ પ્રદર્શન શો યોજવામાં આવેલ છે.
તે ઉપરાંત ચીન, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ, સિંગાપુર, તેમજ સંયુક્ત અરબ અમીરાતમાં પણ પ્રદર્શન યોજાઈ ચૂક્યા છે. “સદૈવ સર્વોત્તમ”સૂત્ર ને વરેલી ટીમ અંગે વાયુ સેનાના પ્રમુખ પ્રશાસનિક અધિકારી ગ્રુપના કેપ્ટન રાકેશ યાદવે જણાવ્યું હતું કે આ ટીમ માત્ર પાયલોટો ની કુશળતાનો પરિચય નથી કરાવતી પણ તેમની સાથે સ્કૂલના બાળકો, કોલેજના વિદ્યાર્થીઓને તેમની સમર્પણની ભાવના તેમજ ઉત્કૃષ્ટતા જોવાનો અવસર મળશે. આ પ્રદર્શન નિહાળવા તેમજ તેનો આનંદ લેવા વાયુ સેના દ્વારા ૩:૩૦ કલાક સુધી પોતાનું સ્થાન જાળવી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.