લોકભાષા-ભુજ :
પ્રજાસત્તાક પર્વ પૂર્વે ભુજમાં આર્મી દ્વારા સશસ્ત્ર હથિયાર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે ભુજના ભૂકંપ સંગ્રહાલયમાં આયોજિત પ્રદર્શનમાં ટેન્ક અને સરહદે યુદ્ધ માટે ઉપયોગમાં લેવાતા હથિયારો જોઈ લોકો અચંબિત થયા હતા.સેના દ્વારા બે દિવસીય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની પૂર્વે કચ્છના પાટનગર ભુજમાં ભારતીય સેના દ્વારા સશસ્ત્ર હથિયાર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે દેશના એકમાત્ર ભૂકંપ સંગ્રહાલ એવા ભુજના સ્મૃતિવનમાં ભારતીય સેના દ્વારા શસ્ત્રોનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે સરહદે જવાનો દ્વારા ઉપયોગમાં લેવાતી અલગ અલગ પ્રકારની બંદૂકો, ટેન્ક તેમજ અત્યાધુનિક સામગ્રીનું અહીં પ્રદર્શન રાખવામાં આવ્યું છે સ્મૃતિવનમાં આવતા મુલાકાતિઓ તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને ભુજના શહેરીજનોએ આ સશસ્ત્ર પ્રદર્શન નિહાળી રોમાંચક અનુભવ કર્યો હતો દેશની સરહદે જવાનો વિપરીત પરિસ્થિતિમાં ફરજ બજાવતા હોય છે ત્યાં સુધી લોકો પહોંચી શકતા નથી પરંતુ આ પ્રદર્શનના મારફતે લોકો સરહદે જવાનો કઈ રીતે ફરજ બજાવે છે તે જાણીને ગર્વની લાગણી અનુભવી હતી ખાસ કરીને લોકોએ જવાનોનો પણ આભાર માન્યો હતો સરહદે જવાનો અડીખમ ઊભા છે તેના થકી આજે લોકો નિરાંતનો શ્વાસ લઈ રહ્યા છે.