લોકભાષા-ભુજ :
માનકુવા ગામની સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી મુંદરા તાલુકાના કારાઘોઘા-બરાયા વાડી વિસ્તારમાં વારંવાર દુષ્કર્મ ગુજારવાના કેસમાં ભુજની સ્પેશીયલ પોક્સો કોર્ટે ખારી ગામના આરોપીને દસ વર્ષની સખત કેદની સજા સાથે ચાર લાખનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ખાવડા નજીકના ખારી ગામે રહેતા માશુક કરીમ રાજમામદ ભીયા નામના આરોપીએ ગત 24 ફેબ્રુઆરી 2023ના રોજ માનકુવા ગામેથી 16 વર્ષની સગીર કન્યાને લગ્નની લાલચ આપીને મોટર સાયકલ પર ભારાપર સેનેટરી થઇને મુંદરા તાલુકાના કારાઘોધા બરાયા વાડી વિસ્તારમાં લઇ ગયો હતો. જ્યાં સગીરા પર અવાર નવાર શરીર સબંધ બાંધ્યો હતો. જે અંગે ભોગબનાર સગીરાના પિતાએ આરોપી વિરૂધ્ધ માનકુવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં તપાસને અંતે પુરાવા એકટા કરીને કોર્ટમાં ચાર્જસીટ રજુ કરવામાં આવી હતી. જેમાં ભુજની સ્પેશીયલ પોક્સો કોર્ટે આરોપી માશુક કરીમ ભીયાને 376ની કલમ તળે 10 વર્ષની સજા બે લાખનો દંડ, તેમજ પોક્સોના ગુનામાં 10 વર્ષની સજા સાથે બે લાખનો દંડ ફટકાર્યો હતો. દંડની રકમ 4 લાખમાંથી બે લાખ ભોગબનારને વળતેર પેટે ચુકવી આપવા આદેશ કર્યો હતો. અને દંડ ન ભરે તો, વધુ ત્રણ માસ સજા ભોગવવા હુકમ કર્યો હતો. આ કેસમાં પ્રોસીક્યુશન તરફે સરકારી વકીલ એચ.બી.જાડેજા હાજર રહી સાક્ષી તપાસીને દલીલો કરી હતી.