લોકભાષા-નલિયા :
અબડાસાના પીંગલેશ્વર બીચ ઉપર આકાશમાં સૂર્યકિરણના હવાઈ કરતબે લોકોના દિલ જીતી લીધા હતા વાયુસેનાની સૂર્ય કિરણ એરોમેટિક ટીમ દ્વારા સુખોઈ ૩૦, જગુઆર વિમાન સાથેના એર શો યોજાયો હતો જેને નિહાળવા અબડાસા પંથકની જનતા ઉમટી પડી હતી.
વાયુસેનાની સૂર્ય કિરણ એરોમેટિક ટીમ દ્વારા યોજાયેલા એર શો નિહાળી રહેલા લોકોએ ભારત માતા કી જય ના નારા સાથે વાતાવરણ દેશ ભક્તિમય બનાવી દીધુ હતુ ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા આજે અબડાસા તાલુકાના પીંગલેશ્વર બીચ ખાતે એર શો યોજવામાં આવ્યું હતું.
એર સો દરમિયાન ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ એરોમેટિક દ્વારા આકાશમાં વિવિધ હવાઈ કરબત રજુ કરતા લોકોએ નિહાળ્યા હતા
વધુમાં તેમણે ભારતીય વાયુ સેનાની પ્રસિદ્ધ સૂર્ય કિરણ એરોમેટિક ટીમનું ગઠન 1996 માં કરવામાં આવ્યું હતું અને તે વિશ્વની કેટલીક એરોમેટિક્સ ટીમમાંથી એક છે એશિયામાંથી એકમાત્ર છે આ ટીમે અત્યાર સુધીમાં ભારતમાં 500થી વધુ પ્રદર્શન કર્યા છે તે ઉપરાંત ચાઇના, શ્રીલંકા, મ્યાંમાર, થાઈલેન્ડ, સિંગાપોર અને સંયુક્ત અરબ અમીરાતમાં પણ હવાઈ પ્રદર્શન કર્યું છે.
આ એર સો નિહાળવા માટે બહોળી સંખ્યામાં રાજકારણીઓ, પદ અધિકારીઓ, સામાજિક કાર્યકર્તાઓ તેમજ ભાઈઓ બહેનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
તસ્વીર : જગદીશભાઈ ભાનુશાલી