લોકભાષા-ગાંધીધામ :
અંજારમાં વ્યાજખોરી અંગે વધુ બે ફરિયાદ નોંધાઇ છે પોલીસ દ્વારા કરવામાં આવેલી અપીલ બાદ ભય મુક્ત બનેલા ભોગ બનનાર લોકોએ વ્યાજખોરી અંગે ફરિયાદ નોંધાવી છે
અંજારની અનેક વ્યાજખોરીના ગુનામાં સંડોવાયેલી રિયા ગોસ્વામી, આરતી ગોસ્વામી અને તેજસ ગોસ્વામી ત્રણેય વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ પૂર્વ કચ્છ પોલીસે ગુનો નોંધાયા બાદ રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમાં કોર્ટે દશ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
દરમિયાન પૂર્વ કચ્છ એસપી દ્વારા આ વ્યાજખોર ટોળકી દ્વારા કોઈને પરેશાન કરવામાં આવ્યા હોય તો ભય વગર ફરિયાદ નોંધાવવા અપીલ કરી હતી.
દરમિયાન ભોગ બનનારએ ફરિયાદ કરતા રિયા વિરૂદ્ધ વધુ બે ગુના નોંધાયા છે જેમાં એક ચેટિંગ અને એક વ્યાજખોરી અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ થયા બાદ રિયા સામે અત્યાર સુધીમાં કુલ ત્રણ અલગ અલગ ફરિયાદ નોંધાઈ છે.
પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર દ્વારા વ્યાજખોરીના ચુંગલમાં ફસાયેલા લોકોને તેમાથી મુક્ત કરવા લોન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે વ્યાજખોર સામે પણ કાયદનો દંડો ઉગામી ગુજસીટોક જેવા કાયદાના શસ્ત્રનો પણ ઉપયોગ કર્યો છે.
અંજારમા વ્યાજખોરી ઉપરાંત વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા રિયા ગોસ્વામી, આરતી ગોસ્વામી અને તેજસ ગોસ્વામી ભાઈ બહેનોની ટોળકી સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. અને ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. ત્યારે આ વયાજખોરના ચુંગલમાં ફસાયેલા લોકો પોતાની ફરિયાદ નોંધાવવા આગળ આવી રહ્યા છે
અંજારમા વ્યાજખોરી અંગે વધુ બે ફરિયાદ નોંધાઇ
પોલીસે દ્વારા અપીલ કરવામાં આવ્યા બાદ ભોગ બનનારે ફરિયાદ નોંધાવી
Previous Articleકાસેઝમા ખાનગી કંપનીના ગોડાઉનમાથી 3.16 લાખની સોપારીની ચોરી
Related Posts
Add A Comment