લોકભાષા-ભુજ :
ધ્રબ સીમમાં આવેલી સૂરઇ નદીમાં નાહવા પડેલા પરપ્રાંતિય આધેડનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. નખત્રાણા તાલુકાના વડવાકાંયા ગામે રહેતા 62 વર્ષીય વિધવા મહિલાએ બીમારીથી કંટાળી ફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મુળ મધ્ય પ્રદેશના 63 વર્ષીય નારાણભાઇ ચંન્દ્રવંશી નામના પરપ્રાંતિય રવિવારે સાંજે છ વાગ્યાના અરસામાં ધ્રબની સીમમાં આવેલી સૂરઇ નદીના ચેક ડેમ પર નાહવા ગયા હતા. તેમને પરતા ન આવડતું હોઇ નદીમાં પડી જવાથી ડૂબી જતાં તેમનું મોત નીપજ્યું હતું. મુંદરા પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી કરી હતી. તો, નખત્રાણા તાલુકાના વડવાકાંયા ગામે રહેતા ભજીબેન ભારમલભાઇ બુચીયા નામના મહિલા બીમાર રહેતા હોઇ રવિવારે રાત્રે આઠ વાગ્યે પોતાના ઘરમાં લાકડાની આડી પર દોરડા વળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. નખત્રાણા પોલીસે જણાવ્યું હતું. કે, હતભાગીના પતિ અવશાન પામ્યા છે. બે પુત્રો નોકરી અર્થે વિદેશ હોવાથી હતભાગી મહિલા એકલા રહેતા હતા અને તેમને બીમારી હોવાથી બીમારીથી કંટાળી જઇને આત્મઘાતી પગલું ભરી લીધું હતું. પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.