લોકભાષા-ગાંધીધામ :
રાપર તાલુકાના સણવા ગામની સીમમાંથી ગાંજાનું વાવેતર કરનાર એક શખ્સને 35 છોડ સાથે આડેસર પોલીસે ઝડપી પાડ્યો હતો.
આ અંગેની મળતી વિગતો મુજબ આડેસર પોલીસને મળેલી બાતમીના આધારે રાપર તાલુકાના સણવા ગામની થરિયા સીમમાં પ્રભુ નારાયણ કોલી ના ખેતરમાં રેડ કરી તપાસ કરતા ખેતરમાં આવેલા પીલુડીના ઝાડની નજીક ગેરકાયદેસર ગાંજાના લીલાછોડ નંગ 35 નું વાવેતર કર્યું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ ગાંજાના 35 છોડ આશરે 7.920 કિલોગ્રામ કિંમત રૂપિયા 79200 ના મુદ્દા માલ સાથે આરોપી પ્રભુ નારાયણભાઈ કોલી ઉંમર વર્ષ 42 રહે. ફુલપરવાંઢ તાલુકો રાપર ને ઝડપી પાડ્યો હતો.
પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ માટે ગાગોદર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો