લોકભાષા-ગાંધીધામ :
પૂર્વ કચ્છ એલ.સી.બીએ કંડલામાથી સી.પી.યુ તેલ ચોરી ક૨તા બે આરોપીઓને ૭૦૦ લીટર સી.પી.યુ તેલ સાથે ઝડપી લીધા હતા.
એલ.સી.બીની ટીમ કંડલા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન અમુક આરોપીઓ ટેન્કરના ડ્રાઈવરોને રૂપિયાની લાલચ આપી સી.પી.યુ તેલની ચોરી કરી આ ચોરીનુ તેલ એક નંબર વગરની ટાવેરા કારમાં ભરેલ છે અને આ ટાવેરા કાર કેશર કંપની પાસે આવેલ પાર્કીંગમાં ઉભેલ છે તેવી બાતમી હકીકત આધારે એલ.સી.બીની ટીમ દ્વારા આ જગ્યાએ રેઈડ કરી હતી અને ટાવેરા કારમાં તપાસ કરતા સીપીયુ તેલનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપી જગદીશ રાજાભાઈ વીરડા, તુફેલ ઇલીયાસ કોરડીયાને સી.પી.ઓ તેલ લીટર-૭૦૦ કિંમત રૂપિયા ૬૬,૫૦૦, નંબર વગરની ટિવેરા કાર કિંમત રૂપિયા ૧,૫૦,૦૦૦, મોબાઈલ ફોન નંગ-૧ કિંમત રૂપિયા ૫૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૨,૨૧,૫૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા પુછપરછમા આરોપી ઇલીયાસ દાઉદ કોરડીયાનુ નામ ખુલતા ત્રણેય વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.