લોકભાષા-નખત્રાણા :
સરકાર આપને દ્વાર અંતર્ગત નખત્રાણા ખાતે નગરપાલિકા દ્વારા શહેર વિસ્તારમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.શહેરી વિસ્તારમાં આ દસમો તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ નખત્રણા વેપારી મંડળના હોલ ખાતે યોજાયેલ.આ સેવા સેતુ કાર્યક્રમમાં સરકારની વિવિધ સેવાઓ એક જ જગ્યાએ શહેરીજનોને વિવિધ યોજનાના લાભો મળી રહે અને સરકારી અલગ અલગ કચેરીઓમાં કામ માટે ના જવું પડે તે વિલબ વગર કામો થાય છેવાડાનો માણસ પરેશાન ન થાય તેવા ઉદ્દેશ્યથી સરકાર આપની દ્વારા અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
આ સેવા સેતુ કાર્યક્રમમાં આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, રાશન કાર્ડ, કુપોષિત બાળકોના આહાર માટે આઈસીડીએસ કચેરી દ્વારા પોષણ અંગેની સમજ આપવામાં આવેલ હતી.ઓન લાઈન પ્રોસીઝરના કામો ઘટના સ્થળે કરી આપવામા આવ્યા હતા. તેમજ સરકારી દવાખાનાના ડોક્ટરો દ્વારા મેડિકલ ચેકઅપ કરવામાં આવેલ હતું. લિડબેંક દ્વારા અટલ પેન્શન યોજના તેમજ વિવિધ સરકારી સબસીડી અંગેની પણ યોજનાઓની પૂરક માહિતી આપવામાં આવેલ હતી.
નગરપાલિકા દ્વારા જન્મ મરણ લગ્ન નોંધણી દાખલા સ્થળ ઉપર આપવામાં આવેલ તેમજ લાઈટ પાણી જેવી સેવા અંગે આવેલ અરજીઓનો ત્વરિત નિકાલ કરવામાં આવેલ હતો. આ સેવા સેતુ કાર્યક્રમ બસ સ્ટેશન પાસેના હોલમાં રાખવામાં આવેલ સાથે નખત્રાણા તાલુકાથી આવેલ અંદાજિત ૬૦ થી ૭૦ જેટલા અરજદારોએ પણ સેવા સેતુની મુલાકાત લઈ સરકારની વિવિધ યોજનાઓની માહિતી તેમજ ફોર્મ મેળવેલા હતા.
આ કાર્યક્રમમાં ચીફ ઓફિસર, મામલતદાર કચેરી, આરોગ્ય વિભાગ, આઇસીડીએસ કચેરી, લીડ બેંક બીઓબીના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહેલ તેમજ સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સરકારની યોજનાઓનો છેવાડાના લોકોને લાભ મળે તે અંગે લોકોને માર્ગ દર્શન આપવામા આવ્યું હતું.
કાર્યક્રમમા નગર પાલિકા ચીફ ઓફિસર ભાવીન કાધાણી, તા.ભાજપ પ્રમુખ દિલીપ પટેલ, મહામંત્રી હરિસિંહ રાઠોડ, લાલજી રામાણી, રાજેશ પલણ, ડો પ્રસાદ, ભાવિન ઠકકર, જીગ્નેશ ગોસ્વામી, હિરેન ભટ સહિતના ઉપસ્થિત રહી કાર્યક્રમ ખુલો મુકાયો હતો. સવારના નવથી સાંજે ૫ વાગ્યા સુધી કાર્યક્રમ ચાલુ રહ્યો હતો.