લોકભાષા-આણંદપર :
શિયાળાની શરૂઆત થવાની હોય એટલે માક પડવાની શરૂઆત થતી હોય છે. જયારે સવારના માક પડે એટલે વાતાવરણ ઠંડુ થઈ જતું હોય છે અને બપોરના ભાગે ગરમીમાં વધારો થતો જોવા મળતો હોય છે. આજે નખત્રાણા તાલુકાના આણંદપર(યક્ષ) પંથકના મોરગર, સુખસાણ, વિજપાસર, સાંયરા, દેવપર, મોટાયક્ષ, પલીવાડ, મંગવાણા, સુખપર(રોહા), જીયાપર, કુરબઈ, માધાપર(મંજલ) સહીતના વિસ્તારોમાં સવારના સાડા પાંચ વાગ્યાની આસપાસ માક પડવાનું શરૂ થયું હતું. જે સાત વાગ્યા સુધી માક પડી રહી હતી.
આજે માક અતિશય પડવાના કારણે વાહનો ભીના થઈ ગયા હતા. તેમજ બે પૈડા વાળાના વાહનચાલકો માકના કારણે ભીંજાયા હતા. માકને કારણે જેમના ઘર પતરા વાળા છે. એવાના પતરામાંથી નેવા પડવા લાગ્યા હતા. સવારથી જ માકનું સામ્રાજ્ય અતિશય તેમજ મોડે સુધી પડવાના કારણે વાહન ચાલકોને પોતાના વાહનોની હેડ લાઈટો ચાલુ કરવાની ફરજ બની હતી.અતિશય માક પડવાના કારણે સામેની બાજુએ દેખાતું નહોતું નજીક પહોંચીએ ત્યારે ખબર પડતી હતી.અતિશય માકના કારણે ક્યારેક અકસ્માતનો પણ ભય રહેલો હોય છે.અને અકસ્માત પણ થતા હોય છે.
સૂરજ દેવના દર્શન થતા જ માક ગાયબ થઈ ગઈ હતી.માક ગાયબ થતા તડકો જોવા મળ્યો હતો.આજે સવારના દશ વાગ્યા પછી માકના કારણે ગરમી જોવા મળી હતી.હાલ પાકમાં મગફળી કાઢવાનું તેમજ કપાસ વીણવાનું ચાલુ છે. મગફળીના પથારા તેમજ ઉખડેલી મગફળી પર માક પડવાથી ચરાને નુકશાન(કાળો) થઈ જતો હોય છે. એવું મગફળી વાવતા ખેડુતો જણાવી રહ્યા છે.