લોકભાષા-ગાંધીધામ :
વાગડની ધરા સોમવારે રાત્રે ધણધણી ઉઠી હતી વધુ એકવાર ભૂકંપના આંચકાથી ધરા ધ્રુજતા લોકોમા ફફડાટની લાગણી ફેલાઈ હતી. અવારનવાર આવતા ભુકંપના આંચકાથી લોકોમાં ચિંતાની લાગણી છે ત્યારે ચારની તિવ્રતાના આંચકાએ લોકોને વધુ ચિંતિત કર્યા હતા.
વાગડમા સોમવારે રાત્રે ૮.૧૮ કલાકે ૪ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો આ ભુકંપનુ કેન્દ્રબિંદુ રાપરથી પશ્ચિમ ખૂણે ૨૬ કિ.મી. દૂર નોંધાયુ હતું. એક તરફ સીઝન બદલાઈ રહી છે ધીમે ધીમે ઠંડીનુ પ્રમાણ વધે છે ત્યારે સોમવારે રાત્રે આવેલા ૪ની તીવ્રતાના આંચકાથી લોકોમાં ભયની લાગણી ફેલાઈ હતી
વાગડમા નોંધાયેલા ભુકંપના કેન્દ્ર બિંદુએ વાગડના રાપર ઉપરાંત ભચાઉ, આધોઈ સહિતના વિસ્તારોના લોકોએ પણ આંચકો અનુભવ્યો હતો. જ્યારે ગાંધીધામ અને અંજારમા પણ અમુક લોકોને ભુકંપના આંચકાનો અહેસાસ થયો હતો.
સોમવારે રાત્રે આવેલા અને રાપરથી પશ્ચિમ તરફ આશરે ૨૬ કિ.મી. નોંધયેલા ૪ની તીવ્રતાના ભૂકંપના આંચકાનો લોકોએ અનુભવ કર્યો હતો અને અમુક વિસ્તારોમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા પરંતુ આ ભુકંપના આંચકાથી કોઈ નુકશાની થઈ હોવાનું જાણવા મળ્યું નથી.