લોકભાષા-ભુજ :
નખત્રાણાના મણિનગર વિસ્તાર પાસે પસાર થતી પીવાના પાણીની લાઈનના એરવાલ્વ માં આ લીકેજ સર્જાયું છે, જેના કારણે વહેલી સવારથી આજ બપોર સુધી મહામુલા પાણીનો વ્યાપક પ્રમાણમાં વેડફાટ થવા પામ્યો હતો
છેલ્લા ઘણા કલાકોથી અવિરત વેડફાઈ રહેલા પાણીનો ધોધ છેક ધોરીમાર્ગ સુધી પહોંચી રહ્યો હોવાનું માલુમ પડ્યું હતું. પાણી વેડફાટના કારણે સ્થાનિક લોકોમાં કચવાટની લાગણી ફેલાઇ છે.
આ અંગે સ્થાનિકેથી મળતી માહિતી મુજબ આજે બુધવાર સવારે નખત્રાણા પાસેના મણી નગર વિસ્તારમાં આવેલા નર્મદા પાણીના એરવાલ્વમાં અચાનક પાણીના ફુવારા ફૂટી નીકળ્યા હતા, જેને લઈ મોટા પ્રમાણમાં લીકેજ થતું પાણી આસપાસ ધોરિયારૂપી વહી નીકળ્યું હતું. જળભરાવના કારણે ઠેર ઠેર પાણીના ખાબોચિયા થયા હોવાનુ જાણવા મળ્યું હતું. આ અંગે સંબધિત તંત્રના જાણકારોનું માનીએ તો જ્યારે ભારે દબાણ સાથે પાઇપ લાઈનમાં પાણીનો સપ્લાય શરૂ થાય ત્યારે નમળા એરવાલ્વ માં લિકેજની સમસ્યા ઉદભવતી હોય છે અને તેને લઈ પીવાના પાણીનો વ્યય પણ થતો હોય છે. જોકે અમુક સમય બાદ પાણી પુરવઠો રાબેતા મુજબ વહન થતા વેડફાટ આપમેંણે અટકી જતો હોય છે.