લોકભાષા-ભચાઉ :
ભચાઉ તાલુકાના કુંભારડી બંધડી રોડ ઉપર એકાએક ઘાસ ભરેલા ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી જેને ભચાઉ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કાબુમાં લેવામાં આવી હતી
સાંજ સમય ભચાઉ નગર પાલિકા ફાયર ટીમને ભચાઉ તાલુકાના કુંભારડી બંધડી રોડ પર એક ઘાંસ ભરેલા ટ્રકમાં આગ લાગી છે તેવી જાણ થઈ હતી
ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ને આગ પર કાબૂ લેવા નો પ્રયાસ હાથ ધર્યા હતા આગ ટ્રકમાં ભરેલા ઘાસની અંદર વધારે હોવાથી વધારે પાણીનો મારો ચલાવો પડ્યો હતો અને ફાયર બ્રિગેડની ગાડી ને એક નાના તળાવમાં ઉતરી અને બીજી તરફ નીચે પડી ગયેલ ઘાંસને આગ પર કાબૂ લીધી હતી. આ કામગીરીમાં ટીમ લીડર પ્રવિણ દાફડા, કુલદીપ ભાઈ મયુર રામાનંદી જોડાયા હતા.
તસ્વીર : રાજેશભાઈ જોષી