લોકભાષા-ભુજ :
ગોરવાલી ગામથી બાયપાસ રોડ અને મીઠાના તળાવની મંજુરી ન આપવાની માગણી સાથે ભુજમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઈ હતી.
આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે રણ ઉત્સવ સાથે ખૂબ મોટા પાયે ધંધા વિકસાવી દલિત 150 જેટલા ગોરવાલી જૂથ ગ્રામ પંચાયતના ગરીબ દલિત પરિવાર આર્થિક સદ્ધર થયો. પણ ગત 2 વર્ષમાં જાણે ” વોકલ ફોર લોકલ” સૂત્રને અને જનપ્રિય પ્રધાનમંત્રી મોદીના વિઝનને જાણે ભૂલી હવે વિકાસના નામે વિનાશકાર્ય કરી સ્થાનિક વ્યવસાય છીનવાઈ જાય તેવો પ્રયાસ થઈ રહ્યો હોય તેમ છે.
વર્તમાન સમય ગોરેવાલીને બાયપાસ કરતો 80 કરોડના રોડ વિકાસના નામે મંજુરી માટે ગયો છે. જો આ રોડ ગોરેવાલીની બાયપાસ જશે તો આ ગરીબ દલિત પરિવારને પેટ પર પાટું માર્યા સમાન છે. જો આ બાયપાસ રોડ બનશે તો આખા બન્નીમાં ગૌરવાલી જ એવો એકમાત્ર ગામ છે જ્યાં સૌથી વધારે દલિત પરિવાર ના હસ્તકલાના કારીગરો અને હોમસ્ટે ધરાવતા 150 પરિવારના રોજગાર અને નાના દુકાનદારો અને ચા લારી ધરાવતા નાના ધંધાર્થીઓનો રોજગાર બંધ થશે અને હિજરત કરવાનું વારો આવશે. તો જો આ રોડનું કાર્ય રોકી અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં ગરીબ દલિત પરિવારની અવાજ પહોંચે તે જરૂરી છે.