લોકભાષા-ભચાઉ :
લોધેશ્વર કેનાલમા રવિવારે સાંજના અરસામા પડી ગયેલા યુવાનનુ મૃત્યુ નિપજ્યું હતું ભચાઉ ફાયર બ્રિગેડના જવાનોએ મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ અંગેની મળતી વિગતો મુજબ ભચાઉ નજીક નર્મદા કેનાલમા ડુબી જવાથી યુવાનનુ મોત નીપજ્યું હતું લોધેશ્વર નર્મદા કેનાલમાં યુવાન પડી ગયો હતો. ભચાઉ ફાયર બ્રિગેડને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી કેનાલમાં પડી ગયેલા યુવાનની તાત્કાલિક શોધખોળ હાથ ધરી હતી.
દરમિયાન નર્મદા પમ્પિંગ સ્ટેશન પાસે 50-60 ફૂટ ઊંડેથી યુવાનનો મૃતદેહ મળ્યો હતો ફાયર બ્રિગેડના જવાનોએ સવારના અરસામાં મૃતદેહને બહાર કઢાયો.
આ બનાવની મળતી પ્રાથમિક વિગતો મુજબ મુતક મોમાયાભાઇ ચૌહાણ કોઈ કારણસર કેનાલમા પડી ગયો હતો.
ભચાઉ નગર પાલિકા ફાયર ટીમને ભચાઉના લોધેશ્વર નર્મદા કેનાલમાં એક ભાઈ પડી ગયા હોવાની જાણ થતાં ભચાઉ નગર પાલીકા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને શોધખોળ હાથ ધરી હતી રાત્રીના મોડેક સુધી શોધખોળ બાદ સવારના ભાગમાં નર્મદા પમ્પિંગ સ્ટેશન 50થી 60 ફૂટ ઊંડા પમ્પિંગ સ્ટેશન પરથી મૃતદેહ મળી આવતા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ કામગીરીમાં ટીમ લીડર
પ્રવીણ દાફડા, કુલદીપભાઈ, મયુર રામાનંદી, શકિતસિંહ શોઢા જોડાયા હતા.
તસ્વીર : રાજેશભાઈ ગોસ્વામી