લોકભાષા-ભુજ :
ગત જુલાઇ ઓગસ્ટ મહિનામાં ટ્રકના સોદામાં ઠગાઇ કરવાના કેસમાં પોલીસ પકડથી દુર નાસતા ફરતા આરોપીને પશ્ચિમ કચ્છ સ્પે. ઇન્વેસ્ટીગેશનની ટીમે ભુજ જ્યુબીલી સર્કલ નજીકથી ઝડપી પાડ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ આરોપી રજાક લતીફ સમા (ઉ.વ.24)એ ભુજના યુવાન પાસેથી સાડા છ લાખમાં ટ્રકનો સોદો કરીને છ લાખ ન આપી છેતરપીંડી વિશ્વાસઘાત કર્યો હતો. જે અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં 12 ઓગસ્ટના ફરિયાદ નોંધાવાઇ હતી. આ કેસમાં નાસતો ફરતો આરોપી હાલ જ્યુબીલી સર્કલ પાસેથી પસાર થવાનો હોવાની બાતમી પરથી સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશનની ટીમે દબોચી લઇ આગળની કાર્યવાહી માટે બી ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો.