લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામના જીઆઇડીસી વિસ્તારમાં આવેલા ભંગારના વાડામાં સાંજના સમયે એકાએક આગ ભભૂકી ઉઠતા અફડાતફડ મચી ગઈ હતી દરમ્યાન કંડલા ટિમ્બર એસોસિયેશનના ફાયર બ્રિગેડના જવાનોએ આગને કાબુમાં લેવાની કાર્યવાહી હાથ ધરી હતી.
ગાંધીધામ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ભંગારના વાડામાં સાંજના આરસામા કોઈ અગમ્ય કારણોસર એકાએક આગ ભભૂકી ઉઠી હતી અને થોડા સમયમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આજુબાજુના વિસ્તારમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો આ ભંગારના વાડામાં અગાઉ પણ કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઊઠી હતી તેથી લોકો દ્વારા અવારનવાર બનતા આગના બનાવથી ચિંતાની લાગણી વ્યક્ત કરી આ અંગે યોગ્ય કાર્યવાહીની પણ માંગ કરી હતી. ગાંધીધામ જીઆઇડીસી વિસ્તારમાં આવેલા આ ભંગારના વાડામાં પ્લાસ્ટિકના કચરામાં આગ લાગી હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી હતી. જેથી આગ થોડા સમયમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું કંડલા ટીમ્બર એસોસિયેશનના ફાયર બ્રિગેડ દ્વારા ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાની કાર્યવાહી હાથ ધરી હતી બાદમાં કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની ફાયર બ્રિગેડ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.
જોકે નગરપાલિકાનું ફાયર બ્રિગેડ બંધ હોવાથી આગને કાબુમાં લેવા માટે પહોંચી શક્યું ન હતું બપોરના આરસામાં એકાએક આગ ભભૂકી ઉડતા થોડો સમય જેવો માહોલ સર્જાયો હતો બાદમાં ફાયર બ્રેકેટની ટીમ દ્વારા આગને કબૂમાં લેવાની કાર્યવાહી હાથ ધરી હતી જોકે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા પ્રાઇવેટના જવાનોને પણ આજ્ઞા કાબુમાં લેવા માટે સતત પાણીનો માળો ચલાવો પડ્યો હતો અને મોડે સુધી આ વિકલાંગ કાબુમાં આવી ન હતી.