લોકભાષા-ભુજ :
તાલુકાના નાની બન્ની વિસ્તારનાં ઢોરો ગામમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની જવા પામી છે. જવાબદાર તંત્ર તાત્કાલિક પાણી ચાલુ કરાવે તે જરૂરી છે.
લોકોના કહેવા મુજબ ઢોરો ગામમાં છેલ્લા ત્રણ દિવસથી પીવાનું પાણી બંધ છે પાણી પુરવઠાનાં જવાબદાર કર્મચારી કહે છે કાલે સવારે આવસે સાંજે આવસે તેવું કહી રહ્યાં છે. પણ પાણી આવતું નથી પાંચ પાંચ કર્મચારી હોવાં છતાં પશુ. પક્ષી અને માનવી તરશી રહ્યાં છે. તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં નહી આવે તો લોકોને હિઝરત કરવી પડશે તેમ આ વિસ્તારના લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું
આ બાબતે પાણી પુરવઠા બોર્ડ ગંભીરતા દાખવીને ગામને નિયમિત પાણી મળે તેવી વ્યવસ્થા કરાવે તેવી માંગ કરાઈ હતી. પાણી ન આવતા લોકોને પરેશાન થવું પડે છે. જે અંગે વહીવટી તંત્ર દ્વારા સત્વરે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.