કચ્છથી બરેલી જતી ટ્રેનમાં શોર્ટ સર્કિટનો બનાવ બનતા અફડાતફડી મચી જવા પામી હતી. જોકે ફાયર સેફ્ટીના સાધનો વડે કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની મળતી માહિતી મુજબ ભચાઉ રેલવે સ્ટેશન પર બરેલી જતી ટ્રેનના એક કોચમાં ધુમાડા નીકળતા મુસાફરોમા ચિંતાની લાગણી ફેલાઈ હતી.
શોર્ટ સર્કિટ ના કારણે ટ્રેનના કોચમાં ધુમાડા નીકળ્યા હતા. ધુમાડા નીકળતા ટ્રેનમાં નાસભાગ મચી જવા પામી હતી. ફાયર સેફટીના સાધનો વડે આગ પર કાબુ મેળવ્યો હતો.


