લોકભાષા-ભુજ :
ભુજથી મુન્દ્રા તરફ જતા મુખ્ય માર્ગ બાબીયા અને બરાયા બ્રિજ હાલ જોખમકારક સ્થિતિમાં હોવાથી તાત્કાલિક અસરથી બંને બ્રિજ પર વાહનવહન બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં જનહિતમાં. આ નિર્ણય લેવાયો છે.
જાહેરનામા મુજબ, ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન બને તે માટે અને જનસુરક્ષા ધ્યાનમાં રાખી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
વાહનચાલકો માટે વિકલ્પ રૂપે નવી રૂટ જાહેર કરવામાં આવી છે. હવે વાહનચાલકો સુખપર ત્રણ રસ્તા–ધુણઈ–કોડાય પુલ–બિદડા–પ્રાગપર મારફતે અવરજવર કરી શકશે.
પ્રશાસને તમામ વાહનચાલકોને અનુરોધ કર્યો છે કે તેઓ જાહેરનામાનું પાલન કરે અને સુરક્ષિત માર્ગોનો ઉપયોગ કરે. વધુમાં, જૂના બ્રિજના ધોરણે કામગીરી અને સમીક્ષા શરૂ કરવામાં આવી છે.
ભુજથી મુન્દ્રા તરફ જતો બાબીયા અને બરાયા બ્રિજ જોખમકારક બનતાં બંધ
Related Posts
Add A Comment


