Browsing: પૂર્વ કચ્છ

લોકભાષા-ગાંધીધામ : ભચાઉ તાલુકાના રામપર ખાતે આવેલ અવાડા સોલાર પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાંથી તા. ૧૪/૦૧/૨૦૨૫થી તા. ૧૫/૦૧/૨૦૨૫ના સમયગાળામાં અજાણ્યા ઇસમો અવાડા…

લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને રોડ નજીકના ગેરકાયદેસર થયેલા દબાણનું માર્કિંગ કરી…

લોકભાષા-ગાંધીધામ : આજનો યુગ ડિજિટલ ક્રાંતિનો યુગ ગણાય છે. આ વાસ્તવિકતાને સ્વીકારીને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ એક મહત્વાકાંક્ષી…

લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ આદિપુર જોડિયા શહેરમા દબાણો અને ગેરકાયદે બાંધકામોથી અનેક સમસ્યાઓ સર્જાય છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા આદિપુરમાથી દબાણો દૂર…

લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો પરંતુ નગરજનોને સમસ્યામાંથી છુટકારો મળતો નથી સેક્ટર વિસ્તારમાં પાણી લિકેજની દશ દિવસથી સમસ્યા…

લોકભાષા-ગાંધીધામ : દીનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલા દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ડીપીએ ટાઉનશીપ, ગોપાલપુરી, ગાંધીધામ ખાતે 76માં પ્રજાસત્તાક દિવસની ખૂબ જ ગર્વ…

લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ બી ડીવીઝન પોલીસ મથકે નોંધાયેલા ચોરીના ગુનાના બે આરોપીઓ છેલ્લા સાત માસથી નાસતા ફરતા હતા તેને રાજસ્થાન…

લોકભાષા-ગાંધીધામ : જેની ઘણા સમયથી આતુરતાથી રાહ જોવાતી હતી અને જેની તૈયારી રાત દિવસ કરાતી હતી તેની આતુરતાનો અંત આવી ગયો. તારીખ 22 જાન્યુઆરી 2025 ના રોજ 43મો ઓલ ઇન્ડિયા મેજર પોર્ટ ક્રિકેટ ટુર્નામેન્ટને દીનદયાલ પોર્ટ ઓથોરિટીના ચેરમેન સુશીલકુમાર સીંહ દ્વારા ખુલ્લી મૂકવામાં આવી હતી ઓલ ઇન્ડિયા મેજર પોર્ટ ઓથોરિટી ની ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ નવ ટીમો વિશાખાપટનમ પોર્ટ, પારાદીપ પોર્ટ, મુંબઈ પોર્ટ, શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટ, કોલકતા, જવાહરલાલ નહેરૂ પોર્ટ, ચેન્નાઇ પોર્ટ, ન્યૂ મેંગ્લોર પોર્ટ, વી ઓ ચિદમ્બરમ્ પોર્ટઅને યજમાન ટીમ, દીનદયાલ પોર્ટ ની ટીમો ભાગ લેવા માટે આવી પહોંચી હતી અને બધી ટીમોના ખેલાડીઓનું સંગીતના તાલે સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચનમાં પોર્ટના સચિવ હરિચંદ્રને કહ્યું હતું કે ચેરમેનના નિરંતર પ્રયત્ન દ્વારા ઓલ ઇન્ડિયા મેજર પોર્ટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે અને બધા ખેલાડી ખેલદિલીની ભાવનાથી રમે તેવી શુભેચ્છા પાઠવી હતી. પોર્ટના ઉપાધ્યક્ષ નંદીશ શુક્લા એ પ્રવચનમાં કહ્યું આપ બધા ખેલદીની ભાવનાથી રમો અને સારી યાદો લઈ જાઓ તેવી શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમના મુખ્ય મહેમાન અને પોર્ટના અધ્યક્ષ સુશીલકુમાર સિંહે, ખેલાડીઓને સંબોધીને પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે આપના બધાનું દીનદયાલ પોર્ટ પરીવાર દ્વારા હાર્દિક સ્વાગત કરું છું અને આપને બધા પ્રકારની સુવિધા આપવામાં આવશે રાષ્ટ્રીય ચરિત્રનું નિર્માણ ખેલદિલીની ભાવનાથી થાય છે અને આપણા પ્રધાનમંત્રીએ પણ કહ્યું છે ખેલોગે તો ખિલોગે આ સ્લોગન ને આપણે ચરિતાર્થ કરવાનું છે અને તમામે ખેલ ભાવનાથી આ ટુર્નામેન્ટમાં રમવાનું છે ને એક નવા સંબંધનો વિકાસ કરવાનો છે. ત્યાર બાદ ઓલ ઇન્ડિયા મેજર સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડના ધ્વજનું પોર્ટના અધ્યક્ષ દ્વારા આવરણ કરવામાં આવ્યું અને પછી બથી ટીમના કેપ્ટનો નો સમૂહ માર્ચ પાસ કાઢવામાં આવ્યું હતું અને ખેલાડીયો એ ખેલદીની ભાવના થી રમવા માટેનાં શપથ લીધા હતા અને પછી ચેમ્પિયનશિપને ખુલ્લી મુકવામાં આવી હતી. આરંભિક મેચ દીનદયાલ પોર્ટ અને જવાહરલાલ નહેરૂ પોર્ટ વચ્ચે રમવામાં આવી હતી ઓલ ઇન્ડિયા મેજર પોર્ટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ ૧૩ મેચો રમાશે અને 25 તારીખના સેમિફાઇનલ ની બે મેચો રમાશે અને 26 જાન્યુઆરીના રોજ ફાઇનલ મેચ રમાશે અને બીજી મેચ ત્રીજા ટેન્ક માટે રમાડવામાં આવશે. ગોપાલપુરી ના શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા પેવેલિયન મા સવારની અને રાતની અને મેઘપર બોરીચીના “કૃષ્ણનમ- ગ્રાઉન્ડમાં બપોરની મેચ રમાશે, એમ ડી.પી.એ.ની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

લોકભાષા-ગાંધીધામ : કચ્છમા ગેરકાયદે ખનીજ પ્રવૃત્તિ સામે ફ્લાઈંગ સ્કવોર્ડ દ્વારા કાર્યવાહી કરી ભચાઉ, બોરાણા અને કાઢવાઢ ખાતેથી ડમ્પર, એકસકેવેટર, ટ્રેકટર,…